આતંકીઓનો ચોંકાવનારો ખુલાસો- અલકાયદાના નિશાના પર BJP ના બે મોટા નેતા, જાણો વિગત

ઉતર પ્રદેશ એટીએસએ લખનૌથી બે શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે આ આતંકીઓના નિશાના પર ભાજપના 2 મોટા નેતાઓ (BJP Leaders) હતા.

આતંકીઓનો ચોંકાવનારો ખુલાસો- અલકાયદાના નિશાના પર BJP ના બે મોટા નેતા, જાણો વિગત
Terrorists exposed - two big BJP leaders on the target of Al Qaeda
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 12, 2021 | 8:32 AM

ઉતર પ્રદેશ એટીએસ (ATS) દ્વારા લખનૌમાંથી (Lucknow) બે શંકાસ્પદ આતંકી (Suspected terrorist)ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા અલકાયદાના બે આતંકવાદીઓએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. જેમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓના નિશાના પર ભાજપના 2 મોટા નેતાઓ (BJP Leaders) હતા. હવે દિલ્હી પોલીસની (Delhi Police) સ્પેશ્યલ સેલ આ આતંકીઓની પૂછપરછ માટે લખનૌ જશે.

દિલ્હીની સ્પેશ્યલ સેલ કરશે પુછપરછ

દિલ્હીની સ્પેશ્યલ સેલ બે દીવસમાં લખનૌ પહોંચશે. અને ત્યાં પકડાયેલા આ 2 આતંકીઓની પૂછપરછ કરશે. ભાજપના નેતાઓને નિશાનો બનાવ્યાના ખુલાસા બાદ માહોલ ગરમાયો છે. ચોતરફ આની ચર્ચાઓ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના સાથે સંબંધિત, બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પકડાયેલા બન્ને લોકોની પાસેથી વિસ્ફોટક પણ મળી આવ્યા છે. તેમનો હેન્ડલર પાકિસ્તાની હોવાનું સામે આવ્યુ છે અને તેમની અલ કાયદા ( Al Qaeda ) સાથે કડી જોડાયેલી હોઈ શકે છે. બન્નેની અલકાયદા સહીતના આતંકવાદી સંગઠનો સાથેના જોડાણ અંગેની સધન પુછપરછ કરવામાં આવી રહી છે.

અલકાયદાએ AQIS નામનું નવું આતંકી સંગઠન બનાવ્યું

સુત્રો અનુસાર અલકાયદાના આતંકી (Al Qaeda Terrorist) ઉમર અલ માંડી UP ના સંભલનો રહેવાસી છે. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે અલકાયદાએ AQIS નામનું નવું આતંકી સંગઠન પણ બનાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાનપુરમાં રહેનારા ચાર યુવક પણ આ સંગઠન સાથે જોડાયેલા છે. આ બાદ લખનૌ પોલીસની બે ટીમોએ કાનપુરમાં તપાસ હાથ ધરી હતી. ત્યાંથી તેમણે ચાર યુવકની ધરપકડ કરી હતી. તેમજ તેમના અન્ય સાથી હાલમાં ફરાર છે.

અલકાયદાથી કાનપુર સંબંધ

લખનૌથી પકડાયેલા આતંકીઓની પૂછપરછ બાદ કાનપુરને લઈને મોટો ખુલાસો થયો હતો. આ બાદ ATS ટીમે કાનપુરથી ચાર શંકાસ્પદ યુવાનોની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર ATS ટીમના 6 જવાન હજુ કાનપુરમાં છે. જેઓ આરોપી યીવકોના પરિવાર પર નજર રાખી રહ્યા છે. સાથે જ અન્ય સબુત પણ એકઠા કરવામાં આવી રહ્યા છે.

ATS એ કમિશ્નર પાસથી માંગી માહિતી

ATS ના ઓફિસરે પોલીસ કમિશ્નર અસીમ અરુણ પાસેથી પણ આતંકીઓથી જોડાયેલી જાણકારી માંગી છે. અસીમ અરુણ જ્યારે ATS આઈજી હતા ત્યારે લખનૌમાં આતંકી સૈફુલ્લાહનું એન્કાઉન્ટર કર્યું હતું. તેમણે આતંકીઓ પર લાંબા સમય સુધી નજર રાખી હતી જેના કારણે તેમની પાસેથી ઘણી માહિતી મળી શકે તેમ છે.

આ પણ વાંચો: અલકાયદા સાથે જોડાયેલ બે સંદિગ્ધ આતંકવાદીઓ લખનઉમાંથી ઝડપાયા, પ્રેશર કુકર બોંબ સહિતના વિસ્ફોટક મળી આવ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati