Lockdown In Bengal: બંગાળમાં સંપૂર્ણ LOCKDOWN, જાણો અત્યાર સુધી કેટલા રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધો

કોરોનાના વધતા જતા કેસોને જોતા બંગાળમાં 16મી મેથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. બંગાળમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંગાળમાં આવતીકાલથી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

Lockdown In Bengal: બંગાળમાં સંપૂર્ણ  LOCKDOWN, જાણો અત્યાર સુધી કેટલા રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધો
File Image
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 15, 2021 | 4:47 PM

Complete Lockdown in Bengal: કોરોનાના વધતા જતા કેસોને જોતા બંગાળમાં 16મી મેથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. બંગાળમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંગાળમાં આવતીકાલથી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

કોરોના વાયરસના લીધે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હાલમાં દેશના લગભગ 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ લોકડાઉન, આંશિક લોકડાઉન અથવા મીની લોકડાઉન સાથે કોરોનાના કડક પ્રતિબંધો હેઠળ કેદ છે. તેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, બિહાર સહિત દેશના અનેક મોટા રાજ્યો શામેલ છે. ચાલો જાણીએ આ ક્ષણે લોકડાઉન ક્યાં છે.

બંગાળમાં 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

દેશમાં તાજેતરમાં લોકડાઉન બંગાળમાં કરવામાં આવ્યું છે. અહીં 16 મેથી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન (Complet Lockdown in bengal) લગાવવામાં આવ્યું છે. કોરોનાના વધતાં જતાં કેસોને લઈને અહીં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે.

શું રહેશે બંધ? તમામ પ્રાઈવેટ અને સરકારી કાર્યાલય, સ્કૂલ-કોલેજ, સિનેમા હૉલ, શોપિંગ મોલ, માર્કેટ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ, બાર, કારખાનાઓ

શું રહેશે ખુલ્લુ – માત્ર જરૂરી સેવાઓને છૂટ મળશે – શાકમાર્કેટ, ફળની દુકાન, પાવરોટી, કરિયાણાની દુકાન સવારે 7થી 10 વાગ્યા સુધી ખુલી રહેશે. – મીઠાઈની દુકાન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ખુલી રહેશે. – દવા અને ચશ્મની દુકાન – લોકલ ટ્રેન,મેટ્રો રેલ્વે, લોન્ચ-ફેરી સર્વિસ, બસ રસવીસ બંધ રહેશે.

– પ્રાઈવેટ ગાડીઓ અને ટેકસીઓ માત્ર દર્દીઓના લાવવા લઈ જવા માટે છૂટ – તમામ પ્રકારના સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સમારોહ પર પ્રતિબંધ

સિક્કિમમાં 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન સિક્કિમ સરકારે આગામી 17 મેથી સંપૂર્ણ રૂપથી રાજ્યવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. સરકાર દ્વારા ઘોષિત લોકડાઉન એક અઠવાડીયા માટે છે જે 24 મે સુધી રહેશે.

બિહારમાં 25 મે સુધી લોકડાઉન બિહારમાં લોકડાઉનને 25 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. 15 મેએ ખતમ થઈ રહેલા લોકડાઉનને 25 મે સુધી વધારી દીધું છે.

મહારાષ્ટ્રમાં 1 જૂન સુધી વધ્યું લોકડાઉન

મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ સુધી વધારી દેવામાં આવ્યું છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે આગામી 1 જૂન સુધી રાજ્યમાં લોકડાઉન વધારી દીધું છે.

UP-દિલ્હીમાં 17 મે સુધી લોકડાઉન UPએ કોરોનાને કારણે લોકડાઉન (LOCKDOWN)ની સમય મર્યાદા 17મે સુધી વધારી દીધી છે. દિલ્હીમાં પણ લોકડાઉનને 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે.

હરિયાણા-રાજસ્થાનમાં વધ્યું લોકડાઉન હરિયાણા સરકારે રાજયમાં લોકડાઉનને લઈને લગાવેલા પ્રતિબંધો 17 મે સુધી વધારી દીધા હતા. રાજસ્થાનમાં સોમવાર સવાર 5 વાગ્યાથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.

ઝારખંડમાં 27 મે સુધી લોકડાઉન ઝારખંડ સરકારે મિનિ લોકડાઉન (સ્વાસ્થય સુરક્ષા સપ્તાહ)ને આગળના બે અઠવાડીયા સુધી લંબાવી દીધું છે. હવે આ 27 મે સવારે 6 વાગ્યા સુધી રહેશે.

અન્ય ઘણા રાજ્યોમાં કડક પ્રતિબંધો

1) કેરળમાં 8થી 16 મે દરમિયાન  સંપૂર્ણ લોકડાઉન

2) આંધ્રપ્રદેશમાં 6 મેથી બે અઠવાડિયા માટે બપોરે 12થી સાંજના 6 વાગ્યા સુધી આંશિક લોકડાઉન

3) 7થી 16 મે દરમિયાન હિમાચલ પ્રદેશમાં લોકડાઉન

4) ઓડિશામાં 5થી 14 દિવસનું લોકડાઉન

5) 9 મેથી 15 દિવસ સુધી ગોવામાં કર્ફ્યુ

6) 10-17 મેથી મિઝોરમમાં સંપૂર્ણ લોકડાઉન

7) 8થી 17 મે દરમિયાન મણિપુરના સાત જિલ્લામાં કર્ફ્યુ

આ પણ વાંચો: Sovereign gold bond : 4,777 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતે સાનું ખરીદવાની તક, વાંચો કઈ રીતે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">