Rajasthan: નૂપુર શર્માનું સમર્થન કરતા ઉદયપુરમાં હિન્દુ વેપારીની હત્યા, આરોપીને કડક સજા આપવા સીએમ અશોક ગહેલોતની ખાતરી

રાજસ્થાનના ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમાં થોડા દિવસો પહેલા યુવકે નુપુરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી ત્યારબાદ તેને સતત ધમકીઓ મળી રહી હતી.

Rajasthan: નૂપુર શર્માનું સમર્થન કરતા ઉદયપુરમાં હિન્દુ વેપારીની હત્યા, આરોપીને કડક સજા આપવા સીએમ અશોક ગહેલોતની ખાતરી
નૂપુર શર્માનું સમર્થન કરતા ઉદયપુરમાં હિન્દુ વેપારીની હત્યાImage Credit source: ANI
Follow Us:
| Updated on: Jun 28, 2022 | 7:03 PM

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) આજે દિવસભર એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ઉદયપુરમાં તણાવ છે અને હત્યારાઓની ધરપકડની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટોળાએ આગચંપી પણ શરૂ કરી હતી. હાલ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વીટ કરીને બધાને શાંતિની અપીલ કરી છે. સાથે જ તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. આરોપીઓ કપડા સીવડાવવાના બહાને યુવકની દુકાનમાં ઘુસી ગયા હતા અને પછી શહેરની વચ્ચોવચ જાહેરમાં તિક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી નાખી હતી. ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમાં થોડા દિવસો પહેલા યુવકે નુપુરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી ત્યારબાદ તેને સતત ધમકીઓ મળી રહી હતી.

સીએમ અશોક ગેહલોતે કહ્યું કે યુવકની હત્યાની સખત નિંદા કરીએ છીએ. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ગુનાના તળિયે જશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરું છું. આવા જઘન્ય અપરાધમાં સામેલ દરેક વ્યક્તિને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું, “હું દરેકને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેયર કરીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ ન કરો. વીડિયો શેયર કરીને સમાજમાં નફરત ફેલાવવાનો ગુનેગારનો હેતુ સફળ થશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

વહીવટીતંત્ર કોઈ પગલાં લેવાની સ્થિતિમાં નથીઃ ભાજપ

રાજસ્થાન વિધાનસભાના વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે ઉદયપુરમાં બપોરે એક શરમજનક હત્યા થઈ છે. વીડિયો પણ વાયરલ થયો છે. આ પ્રકારની હત્યા ટોળકી વિના થઈ શકે નહીં. મેં એસપી, ડીજી અને સીએમ સાથે પણ વાત કરી છે. આરોપીઓને જલ્દી પકડવામાં આવે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">