Live Telecast Of SC Hearing : સુપ્રીમ કોર્ટની સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવાની વિચારણા, મીડિયાકર્મીઓ માટે એપ લોંચ કરાઈ

Live Telecast Of SC Hearing : સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણની દિશામાં ન્યાયમૂર્તિ રમને મીડિયાકર્મીઓને વર્ચુઅલ રીતે કોર્ટ સુનાવણીમાં ભાગ લેવાની મંજૂરી આપતી એપ્લીકેશન લોંચ કરી હતી.

Live Telecast Of SC Hearing : સુપ્રીમ કોર્ટની સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવાની વિચારણા, મીડિયાકર્મીઓ માટે એપ લોંચ કરાઈ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 13, 2021 | 10:29 PM

Live Telecast Of SC Hearing : સુપ્રીમ કોર્ટની સુનાવણીનું હવે લાઈવ પ્રસારણ થવા જઈ રહ્યું છે.ગુરૂવારે ચીફ જસ્ટિસ રમને આ વાતનો સંકેત આપ્યો હતો. આ પ્રસંગે તેમણે મીડિયા રિપોર્ટર તરીકેના પોતાના કાર્યકાળને પણ યાદ કર્યો હતો.દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમને કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનું લાઇવ ટેલિકાસ્ટ કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે. જસ્ટિસ રમને જોકે એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈ નક્કર પગલું ભરતા પહેલા સર્વોચ્ચ અદાલતમાં તેના તમામ સાથીદારો સાથે આ અંગે વિચારણા કરવા માગે છે.

મીડિયાકર્મીઓ માટે એપ લોંચ કરાઈ સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણ (Live Telecast Of SC Hearing ) ની દિશામાં ન્યાયમૂર્તિ રમને મીડિયાકર્મીઓને વર્ચુઅલ રીતે કોર્ટ સુનાવણીમાં ભાગ લેવાની મંજૂરી આપતી એપ્લીકેશન લોંચ કરી હતી. આ નવી એપ્લિકેશન ટૂંક સમયમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે. એક પત્રકાર તરીકેના પોતાના દિવસોને યાદ કરતાં ચીફ જસ્ટિસ રમને કહ્યું કે મીડિયાને રિપોર્ટ કરવામાં સખત પડકારોનો સામનો કરવો પડે છે અને તે જાણ્યું છે કે કોર્ટની સુનાવણી પર સમાચાર લખવા માટે પત્રકારોને વકીલો પર નિર્ભર રહેવું પડે છે.

સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણ (Live Telecast Of SC Hearing ) અંગે તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને એક એવી પ્રક્રિયા વિકસાવવા વિનંતી કરવામાં આવી હતી જેની મદદઠીબ મીડિયાકર્મીઓ સુનાવણીમાં ભાગ લઈ શકે છે. ચીફ જસ્ટિસે કહ્યું, “હું થોડા સમય માટે પત્રકાર હતો. તે સમયે અમારી પાસે કાર કે બાઇક નહોતું. અમે બસમાં મુસાફરી કરતા હતા કારણ કે અમને આયોજકો પાસેથી પરિવહન સુવિધા ન લેવાનું કહેવામાં આવ્યું હતું.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

થોડી મુશ્કેલીઓ આવી શકે, પણ એપને વખોડવી ન જોઈએ : CJI સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણની દિશામાં મીડિયાકર્મીઓ માટે લોંચ કરવામાં આવેલી એપ અંગે મુખ્ય ન્યાયધીશે કહ્યું કે આ એપ્લીકેશનનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ.ચીફ જસ્ટિસે કહ્યું કે ટેકનોલોજી,ખાસ કરીને નવી ટેકનોલોજી સંવેદનશીલ છે અને ઉપયોગના પ્રારંભિક દિવસોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. નાની સમસ્યાઓ આવશે અને તેઓને બિનજરૂરી રીતે તેના પ્રત્યે અતિશયોક્તિ ન બતાવવી જોઈએ, અને એપને વખોડવી જ જોઈએ.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">