‘યુઝર આઈડી’ને આધાર સાથે લિંક કરવાથી એક મહિનામાં 24 ટ્રેન ટિકિટોનું બુકિંગ થઈ શકશે

IRCTC ની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા એક મહિનામાં 24 ટ્રેન ટિકિટ બુક કરી શકે છે, આધાર કાર્ડ (Aadhar card) લિન્ક ન હોય એવી સ્થિતીમાં 12 ટિકિટ જ બુક કરી શકાશે.

'યુઝર આઈડી'ને આધાર સાથે લિંક કરવાથી એક મહિનામાં 24 ટ્રેન ટિકિટોનું બુકિંગ થઈ શકશે
Railway train tickets Booking
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 11:50 AM

‘યુઝર આઈડી’ને ‘આધાર’ સાથે લિંક કરીને, લોકો હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ અને (મોબાઈલ) એપ દ્વારા એક મહિનામાં 24 ટ્રેન ટિકિટ બુક કરી શકે છે, આધાર કાર્ડ લિન્ક ન હોય એવી સ્થિતીમાં 12 ટિકિટ જ બુક કરી શકાશે. ભારતીય રેલ્વેએ સોમવારે આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પહેલા IRCTC લોકોને એક મહિનામાં 6 ટિકિટ બુક કરવાની મંજૂરી આપતું હતું, જેઓ વારંવાર પ્રવાસ કરે છે તેમના માટે આ સુવિધા વધુ ફાયદાકારક છે. આ સાથે તે લોકોને પણ ફાયદો થશે જેઓ પરિવારના તમામ સભ્યો માટે ટિકિટ બુક કરાવવા માટે એક જ આઈડીનો ઉપયોગ કરે છે.

આઈડીને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા

1. IRCTC ની અધિકૃત ઈ-ટિકિટીંગ વેબસાઈટ irctc.co.in ની મુલાકાત લો. 2. લોગીન કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો. 3. હોમ પેજ પર ‘માય એકાઉન્ટ વિભાગ’માં ‘આધાર KYC’ પર ક્લિક કરો. 4. હવે તમારો આધાર નંબર દાખલ કરો અને ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો. 5. આધાર કાર્ડ સાથે નોંધાયેલા નંબર પર OTP આવશે. 6. OTP દાખલ કર્યા પછી અને આધાર સંબંધિત વિગતો જોયા પછી, ‘Verify’ પર ક્લિક કરો. 7. હવે તમારા મોબાઇલ પર KYC વિગતો સફળતાપૂર્વક અપડેટ કરવા માટે એક સંદેશ આવશે.

એક નિવેદનમાં, રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે, “મુસાફરોની સુવિધા માટે, ભારતીય રેલ્વેએ આધાર સાથે લિંક ન હોય તેવા યુઝર આઈડી (ઓળખ) નો ઉપયોગ કરીને એક મહિનામાં બુક કરાવવા માટેની મહત્તમ ટિકિટોની સંખ્યા થી વધારીને 12 કરી દીધી છે.” આપવામાં આવેલ છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તેમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે આધાર સાથે લિંક કરેલ યુઝર આઈડી દ્વારા એક મહિનામાં બુક કરાવી શકાય તેવી ટિકિટની મહત્તમ મર્યાદા વધારીને 24 કરવામાં આવી છે. ઉપરાંત, બુક કરાવવાની ટિકિટમાં જે મુસાફરોનું નામ હશે તેમાંથી એકનું આધાર દ્વારા વેરિફિકેશન કરાવવું જોઈએ.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વારંવાર પ્રવાસીઓ માટે અને તે જ ખાતા (યુઝર આઈડી) પરથી પરિવારના સભ્યો માટે ટ્રેન ટિકિટ બુક કરાવનારાઓ માટે પણ મદદરૂપ થશે.

આગામી 3-4 દિવસમાં આદેશનો અમલ થવાની શક્યતા છે

IRCTC પોર્ટલમાં કેટલાક ફેરફારો કર્યા પછી, આ આદેશ આગામી 3-4 દિવસમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં, બુક કરાયેલી લગભગ 80% ટિકિટો ઓનલાઈન છે. તેને વધારીને 90% સુધી પહોંચાડવાનું રેલવેનું લક્ષ્ય છે. IRCTC એ રેલવે ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે ભારતીય રેલવેનું એકમાત્ર અધિકૃત એકમ છે. એટલું જ નહીં, IRCTC એ એકમાત્ર એકમ છે જે કેટરિંગ પોલિસી 2017 હેઠળ રેલવે સ્ટેશનો પર કેટરિંગ સેવાઓનું સંચાલન કરવા માટે અધિકૃત છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">