31 માર્ચ સુધીમાં PANને Aadhar સાથે લિંક કરી લો, નહી તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ

જો તમે હજી સુધી તમારા પાનકાર્ડ (Pan Card)ને આધાર(Aadhar) સાથે લિંક કર્યા નથી તો આજે જ કરો. તમારી પાસે હવે માત્ર આવતીકાલ સુધીનો સમય છે.

  • Ankit Modi
  • Published On - 10:09 AM, 30 Mar 2021
31 માર્ચ સુધીમાં PANને Aadhar સાથે લિંક કરી લો, નહી તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ
પાનને આધાર સાથે જોડવા માટે આવકવેરા વિભાગે 31 માર્ચ 2021 ની અંતિમ તારીખ નક્કી કરી છે.

જો તમે હજી સુધી તમારા પાનકાર્ડ (Pan Card)ને આધાર(Aadhar) સાથે લિંક કર્યા નથી તો આજે જ કરો. તમારી પાસે હવે માત્ર આવતીકાલ સુધીનો સમય છે. પાનને આધાર સાથે જોડવા માટે આવકવેરા વિભાગે(Income Tax Department) 31 માર્ચ 2021 ની અંતિમ તારીખ નક્કી કરી છે. આ પછી જેમની પાસે પાન લિંક નહિ હોય તેમને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ સાથે તેમનો પાન નિષ્ક્રિય(Deactivate) કરવામાં આવશે.

શું છે નિયમ?
જો તમારો PAN નિષ્ક્રિય થઈ ગયો છે અને તમે તે પાન કાર્ડનો ઉપયોગ તમારા બેંક ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે કરો છો તો તમારે 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડ વિના તમે મોટી રકમ ઉપાડી શકશો નહીં. નિષ્ક્રિય પાન દ્વારા આવા દરેક વ્યવહાર માટે તમારે દંડ ભરવો પડશે.

1. વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ?
>> પ્રથમ આવકવેરા વેબસાઇટ પર જાઓ
>> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો
>> આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો
>> હવે કેપ્ચા કોડ દાખલ કરો
>> હવે Link Aadhaar બટન પર ક્લિક કરો
>> તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

2. SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત
આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.

Deactive PAN કેવી રીતે ઓપરેટીવ કરી શકાય
નિષ્ક્રીય પાન કાર્ડ ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવો પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 12-અંકનો પાન નંબર દાખલ કર્યા પછી તમારે 10 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને મેસેજ 567678 અથવા 56161 પર મોકલવો પડશે.