દહેજ ઉત્પીડનની જેમ બળાત્કારનો આરોપ લગાવવો પણ સામાન્ય બની ગઈ છે બાબત, દિલ્હી કોર્ટે આરોપીને જામીન આપતાં કરી કડક ટીપ્પણી

રોહિણી ખાતેના એડિશનલ સેશન્સ જજ રાકેશ કુમારની કોર્ટ કૌટુંબિક વિવાદ સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કોર્ટે કડક ટીપ્પણી કરી હતી.

દહેજ ઉત્પીડનની જેમ બળાત્કારનો આરોપ લગાવવો પણ સામાન્ય બની ગઈ છે બાબત, દિલ્હી કોર્ટે આરોપીને જામીન આપતાં કરી કડક ટીપ્પણી
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:41 PM

પારિવારિક વિવાદના એક કેસમાં દિલ્હીની એક કોર્ટે (Delhi Court) કડક ટિપ્પણી કરી છે. રોહિણી સ્થિત એડિશનલ સેશન્સ જજે, એક કેસમાં કહ્યું હતું કે દહેજ (Dowry) ના આરોપની જેમ જ બળાત્કારના આરોપો (Rape Allegation) લગાવવા એ સામાન્ય બાબત બની ગઈ છે. કોર્ટે કહ્યું કે પોતાની સાથે થયેલા દુષ્કર્મની પીડિતાને તારીખ, સમય અને સ્થળ વિશે પણ જાણ નથી. જે બાદ કોર્ટે આ કેસમાં આરોપી દિયરને જામીન આપી દીધા છે.

રોહિણી ખાતે એડિશનલ સેશન્સ જજ રાકેશ કુમારની કોર્ટમાં પારિવારિક વિવાદના કેસની સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે કહ્યું કે પીડિતાને પૂછવામાં આવ્યું કે જ્યારે તે છેલ્લા છ વર્ષથી તેના પતિ અને સાસરિયાઓથી અલગ રહેતી હતી ત્યારે તેના પર ક્યારે બળાત્કાર થયો હતો. પીડિતા પાસે જવાબ નહોતો. આરોપી દિયરના વકીલ પ્રશાંત મનચંદાએ કોર્ટને જણાવ્યું કે ફરિયાદી મહિલા અને આરોપીના ભાઈના લગ્ન વર્ષ 2006માં થયા હતા. થોડા દિવસો પછી બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો.

લગ્ન બાદ દહેજ માટે ઉત્પીડનના અનેક આરોપો લાગ્યા હતા

પોલીસમાં પ્રથમ ફરિયાદ વર્ષ 2007માં થઈ હતી. આ પછી ક્યારેક દહેજ માટે ઉત્પીડન અને ક્યારેક અન્ય આરોપ લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ. આ મામલે પતિ-પત્ની વચ્ચે છેલ્લા 15 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા વતી દહેજ ઉત્પીડન, ઘરેલુ હિંસા, ભરણપોષણ સહિતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ દરમ્યાન, તાજેતરમાં જ મહિલાએ 11 જાન્યુઆરી, 2022 ના રોજ પોતાના દિયર પર બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. દિયરને પોલીસે 17 જાન્યુઆરી, 2022ના રોજ ધરપકડ કરી હતી, ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં વૈવાહિક બળાત્કારને અપરાધ બનાવવાની માંગ કરતી વિવિધ અરજીઓ પર, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સરકાર ન તો તેની તરફેણમાં છે અને ન તો તેણે ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ પતિઓને આપવામાં આવતી છૂટની વિરુદ્ધમાં છે. ખંડપીઠે મહેતાની દલીલો સાંભળ્યા બાદ કેન્દ્ર સરકારને બે સપ્તાહની અંદર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો: Knowledge: રાતમાં તારા દેખાવાનું હવે બંધ થઈ ગયું ! તેનું કારણ પ્રદુષણ જ નહીં આ પણ છે

આ પણ વાંચો: શું ડહાપણ દાંત આવવાથી સમજદારી વધી જાય છે? જાણો તેનું વૈજ્ઞાનિક કારણ અને ક્યારે નિકળે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">