Jawaharlal Nehru death anniversary: ટ્રસ્ટ વિથ ડેસ્ટીની, દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરૂની પૂણ્યતિથિ પર જાણો તેમણે દેશને આપેલી અમુલ્ય ભેટ વિશે

jawaharlal nehru death anniversary: આજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂની પુણ્યતિથી છે. તેમણે સ્વતંત્ર ભારતને પંચવર્ષીય યોજનાઓ આપી . સાથે જ મોટા શૈક્ષણિક સંસ્થાનોના વિકાસની આધારશિલા રાખી હતી.

Jawaharlal Nehru death anniversary: ટ્રસ્ટ વિથ ડેસ્ટીની, દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરૂની પૂણ્યતિથિ પર જાણો તેમણે દેશને આપેલી અમુલ્ય ભેટ વિશે
Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 3:05 PM

પંડિત જવાહર લાલ નહેરૂએ (Pandit jawaharlal Nehru)સ્વતંત્ર ભારતને”અ ટ્રસ્ટ વિથ ડેસ્ટીની” (trust with destiny)શીર્ષક હેઠળ પોતાનું પહેલું વકતવ્ય આપ્યું હતું. વડાપ્રધાન તરીકે દેશને આગળ વધારવા તેમણે ભારતીય આયોજન પંચની રચના કરીને 1951માં નેહરુએ પહેલી પંચ-વર્ષીય યોજનાની રૂપરેખા આપી. જેમાં ઉદ્યોગો અને કૃષિ, શિક્ષણ સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. ક્ષેત્રમાં વિકાસની યોજનાઓ અમલમાં મૂકી  હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂની (jawaharlal nehru )  પુણ્યતિથી છે.  ત્યારે એ બાબત ચોક્કસ યાદ આવે કે  તેમણે  સ્વતંત્ર ભારતને પંચવર્ષીય યોજનાઓ ની ભેટ આપી આપી . સાથે જ મોટા શૈક્ષણિક સંસ્થાનોના વિકાસની આધારશિલા પણ રાખી હતી.

સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી ભૂમિકા ભજવ્યા બાદ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુની સિદ્ધિઓથી ઇતિહાસ ભરેલો છે. જવાહરલાલ નેહરુએ તેમના રાજકીય જીવનના વ્યસ્ત અને સંઘર્ષપૂર્ણ દિવસોમાં લખવા માટે સમય કાઢ્યો અને એકવિધ જેલવાસને પણ સર્જનાત્મક બનાવ્યો. તેમની કૃતિઓ તેમને એક સંવેદનશીલ સાહિત્યકાર અને વિદ્વાન ઈતિહાસકાર તરીકે રજૂ કરે છે. તેમના લખેલા પુસ્તક પૈકી  ભારત એક ખોજ ઘણું જ જાણીતું પસ્તક છે જેના પરથી ધારાવાહિક પણ બની ચૂકીછે.

જવાહર લાલ નહેરૂએ વિવિધ  નદીઓ પર મોટા બંધો બાંધવાનું આયોજન કરીને જળવિદ્યુત ઉત્પન્ન કરવાનું આયોજન કરાવ્યું હતું. તેઓ ઉદ્યોગો તથા બંધોને નવા ભારતના મંદિરો કહેતા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સાથે જ   પંડિત  લાલ નેહરુએ વિશ્વ સ્તરે ભારતને આગવું સ્થાન અપાવાવમાં પાયારૂપ એવા   ભારતના અણુશકિત અંગેના કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા.

તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, ધ ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટનો સમાવેશ થાય છે.

ધીરે ધીરે લથડી હતી તબિયત

વડાપ્રધાન જવાહર લાલ નહેરૂની તબિયત વર્ષ 1964ની શરૂઆતથી લથડવા લાગી હતી. જાન્યુઆરી 1964માં તેમને ભુવનેશ્વરમાં હાર્ટ એટેક આવ્યો હતો.ત્યાર બાદ તેઓ સતત કથળેલા સ્વાસ્થ્યનો સામનો કરી રહ્યા હતા.

તેમના અવસાનના આગલા દિવસે તેઓ દહેરાદૂનમાં હતા. અને પુત્રી ઇન્દિરા ગાંધી સાથે હેલિકોપ્ટરમાં દિલ્લી આવવા માટે રવાના થયા હતા. તેમને મુસાફરી દરમિયાન તકલીફ થઈ રહી હતી તેમજ ડાબા પગની મૂવમેન્ટમાં પણ તકલીફ પડતી હતી. ત્યાર બાદ તેઓ આઠ વાગ્યાની આસપાસ નવી દિલ્લી પહોંચ્યા હતા જ્યાં તેમને પીઠના દુખાવાની સાથે સાથે ખભામાં પણ દુખાવો થઈ રહ્યો હતો. તેમના વિશ્વાસુ નોકર નાથુરામે તેમને દવા આપીને સૂવડાવ્યા હતા અને બીજે દિવસે એટલે કે 27મેના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

27 મેના રોજ સવારે હાર્ટ એટેક આવ્યો હતો

પંડિત જવાહરલાલ નેહરુને 27 મેના રોજ સવારે 06.30 વાગ્યે પેરાલિસીસનો હુમલો આવ્યો હતો અને તેના થોડા સમય બાદ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ પંડિતજી બેભાન થઈ ગયા હતા. ડોક્ટરે આવીને તેમની સારવાર શરૂ કરી હતી, પંરતુ તેઓ કોમામાં જતા રહ્યા  ત્યાર બાદ લાંબો સમય સુધી  તેમની સારવારના પ્રયત્નો થયા પછી, જવાહરલાલ નેહરુના મૃત્યુની સત્તાવાર જાહેરાત 27 મેના રોજ બપોરે 2 વાગ્યે કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">