જીવ બચાવતા ચાર પ્રકારના મેડીકલ ઓક્સિજન, જાણો સિલિન્ડર, કન્સેન્ટ્રેટર, પ્લાન્ટ અને પ્રવાહી ઓક્સિજન ટાંકી બાબતે

દેશમાં સુનામીની ઝડપે ચોમેર ફેલાયેલી કોરોનાની બીજી લહેરમાં મેડીકલ ઓક્સિજનની ( Oxygen, ) તાતી જરૂરીયાત ઊભી થઈ છે. દિવસમાં અનેકવાર ઓક્સિજનને લઈને કોઈને કોઈ સમાચાર કે ઘટના બનતી રહે છે. ત્યારે મેડીકલ ઓક્સિજનથી દર્દીના જીવનુ રક્ષણ કરવામાં આવે છે. ત્યારે જાણો એ મેડકલ ઓક્સિજનના ચાર પ્રકાર અંગે.

જીવ બચાવતા ચાર પ્રકારના મેડીકલ ઓક્સિજન, જાણો સિલિન્ડર, કન્સેન્ટ્રેટર, પ્લાન્ટ અને પ્રવાહી ઓક્સિજન ટાંકી બાબતે
જીવ બચાવતા ચાર પ્રકારના મેડીકલ ઓક્સિજન અંગે જાણો.
Follow Us:
| Updated on: May 07, 2021 | 11:49 AM

ઓક્સિજન પ્લાન્ટ એ ઓક્સિજન ( Oxygen, )આપવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજન પ્લાન્ટ દ્વારા મેળવાયેલ ઓક્સિજન દર્દીઓને તેમના બેડની સાથે જોડાયેલ પાઇપ દ્વારા સીધો પહોંચાડી શકાય છે. ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે ક્રિઓજેનિક ડિસ્ટીલેશન અથવા પ્રેશર સ્વિંગ એબ્જોર્શન (PSA) ટેકનીક ઉપયોગ કરવામાં આવે છે. ઓક્સિજન કન્સેન્ટ્રેટર જેમ, ઓક્સિજન પ્લાન્ટ પણ વીજળી પર આધારિત છે.

દેશભરમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે, આજકાલ તબીબી ઓક્સિજનની જરૂરિયાત અંગે વાત કરવામાં આવી રહી છે. ઓક્સિજનના અભાવથી ઘણા દર્દીઓ માર્યા ગયા છે. આવી સ્થિતિમાં, મેડીકલ ઓક્સિજનની મૂળભૂત માહિતી જાણવી દરેક માટે ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે, જેથી મેડીકલ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન અને તેના સ્રોતોના મહત્વ અને ઉપયોગને સારી રીતે સમજી શકાય. તબીબી ઓક્સિજન મુખ્યત્વે ચાર પ્રકારે મેળવી શકાય છે – ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કન્સેન્ટ્રેટર, ઓક્સિજન પ્લાન્ટ અને પ્રવાહી ઓક્સિજન ટેંક દ્વારા. આમાંથી, ઓક્સિજન સિલિન્ડરો અને કન્સેન્ટ્રેટર બહુ ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે.

ઓક્સિજન સિલિન્ડર

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

કોમ્પ્રેસ ગેસ સ્વરૂપે ઓક્સિજનને સિલિન્ડરમાં સંગ્રહિત કરી શકાય છે. ગેસ ઉત્પાદન પ્લાન્ટમાંથી સિલિન્ડરોમાં ઓક્સિજન ભરી આપવામાં આવે છે. આ પ્રક્રિયા ક્રિઓજેનિક ડિસ્ટીલેશન અથવા પ્રેશર સ્વિંગ ઓબ્જોર્શન (PSA) દ્વારા થાય છે. આ સિલિન્ડરમાંથી ઓકેસિજન તબીબી ઉપકરણ દ્વારા અથવા સીધા જ દર્દીને આપી શકાય છે. હોસ્પિટલોમાં પણ આ સિલિન્ડર દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે.

આ પ્રકારના સિલિન્ડરોની ખામી એ જ છે કે, તેને વારંવાર રિફીલ કરવા પડે છે. જે હાલના સંજોગોમાં એક પ્રકારનો પડકાર છે. આ પડકારનો સામનો કરવા માટે, ઘણી હોસ્પિટલોમાં તેમના કેમ્પસમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. જો કે આ સિલિન્ડરમાંથી ઓક્સિજન આપવા માટે વીજળી પર આધાર નથી રાખવો પડતો. તેથી, વિજળીની સમસ્યા હોય તેવા વિસ્તાર માટે આ પ્રકારના સિલીન્ડર આર્શિવાદ સમાન છે. પરંતુ તેને રિફીલ કરાવવા સમસ્યા રૂપ છે. જો કે, આ સાથે ઘણા સાધનોની આવશ્યકતા પણ રહેલી છે. ઓક્સિજન સિલિન્ડરોની કિંમત અન્ય સ્રોતો કરતાં ઘણી જ ઓછી હોય છે, પરંતુ તેનું જાળવણી, રિફિલિંગ અને પરિવહન મોંઘું છે. તેઓ એમ્બ્યુલન્સ અને દર્દીઓને લઈ જતા અન્ય વાહનોમાં પણ ઉપયોગમાં લેવાય છે.

ઓક્સિજન કન્સેન્ટ્રેટર

ઓક્સિજન કન્સેન્ટ્રેટરએ વિજળી અથવા બેટરી સંચાલિત ડિવાઇસ છે. જે વાતાવરણમાંથી ઓક્સિજનને મેળવે છે. કન્સેન્ટ્રેટર PSA એટલે કે, પ્રેશર સ્વિંગ એબ્જોર્શન ટેકનિકનો ઉપયોગ કરે છે. તે નાઈટ્રોજન કાઢીને 95.5 ટકા ઓક્સિજન બનાવવા છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોર્ટેબલ છે અને સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં, તે ફક્ત દર્દીને બાજુમાં જ રાખવામાં આવે છે. ઘર માટે ઓક્સિજન કન્સેન્ટ્રેટર બનાવવામાં આવ્યા છે. તેમાંથી મિનિટમાં મહત્તમ ફ્લો રેટ 5 થી 10 લિટર છે.

નિષ્ણાતો 10 લિટરના ફ્લો વાળો ઓક્સિજન કન્સેન્ટ્રેટર શ્રેષ્ઠ માનવામાં આવે છે. ફ્લો-મીટર સ્ટેન્ટ્સ જેવા ઉપકરણોની સહાયથી ઘણા દર્દીઓમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઓક્સિજન પહોંચાડી શકાય છે. મોટાભાગના કન્સન્ટ્રેટર વીજળી પર ચાલે છે, તેથી જો વિજળીનો વિક્ષેપ થાય તો તેના બેકઅપમાં ઓક્સિજન સિલિન્ડર હોવું જોઈએ.

ઓક્સિજન પ્લાન્ટ

ઓક્સિજન પ્લાન્ટ એ ઓક્સિજનનું મુખ્ય સ્રોત છે. આના દ્વારા, દર્દીઓને સીધા જ પાઇપ વાટે ઓક્સિજન પહોંચાડી શકાય છે. આ પ્લાન્ટ ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે ક્રિઓજેનિક ડિસ્ટીલેશન અથવા પ્રેશર સ્વિંગ એબ્જોર્શન (PSA) ટેકનીકનો ઉપયોગ કરે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટરની જેમ, ઓક્સિજન પ્લાન્ટ પણ વીજળી પર આધારિત છે.

આમા ઓક્સિજન ખૂબ જ ઝડપી પ્રેશરથી બહાર આવે છે, જે વેન્ટિલેટર જેવા મશીનોમાં ઓક્સિજન સપ્લાય કરવા ઉપયોગ થાય છે. જ્યારે ઓક્સિજન કન્સન્ટ્રેટરમાંથી આ મશીનોમાં ઓક્સિજન પૂરા પાડવામાં આવી શકતું નથી. ઓક્સિજન પ્લાન્ટનો ઉપયોગ રિફિલિંગ સિલિન્ડરોમાં પણ થાય છે. એકવાર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યા પછી, તબીબી સુવિધામાં ઓક્સિજનનો પુરવઠો સરળ થઈ જાય છે. પછી પરિવહનની કોઈ સમસ્યા નથી રહેતી.

પ્રવાહી ઓક્સિજન ટાંકી

હોસ્પિટલોમાં ઓક્સિજનનો બીજો સ્ત્રોત એ છે કે પ્રવાહી ઓક્સિજન ટાંકી સ્થાપિત કરવી. આ વિશાળ ટાંકી સમયાંતરે સપ્લાયર દ્વારા ભરવામાં આવે છે. આ ટાંકીમાંથી હોસ્પિટલની મુખ્ય પાઇપ સિસ્ટમમાં ઓક્સિજન સપ્લાય કરી શકાય છે.. જો કે, આ ટેન્કને ઇન્સ્ટોલ કરવા માટે ઘણી ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. આ પ્રકારના ઓક્સિજન દર્દીઓ સુધી પહોચાડવા માટે મોટાભાગે ફ્લો મીટર, રેગ્યુલેટર, હ્યુમિડિફાયર્સ અને વેન્ટિલેટર જેવા મશીનોની જરૂર પડે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">