ગયા વર્ષે 25 હજારથી વધુ વિદેશીઓ વિઝા સમાપ્ત થયા પછી પણ ભારતમાં રોકાયા હતા, નિત્યાનંદ રાયે સંસદમાં આપી માહિતી

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે સંસદમાં (Parliament) જણાવ્યું હતું કે, વિઝા સમાપ્ત થયા પછી પણ ગયા વર્ષે 25 હજારથી વધુ વિદેશી નાગરિકો ભારતમાં રોકાયા હતા.

ગયા વર્ષે 25 હજારથી વધુ વિદેશીઓ વિઝા સમાપ્ત થયા પછી પણ ભારતમાં રોકાયા હતા, નિત્યાનંદ રાયે સંસદમાં આપી માહિતી
Nityanand Rai
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Apr 05, 2022 | 5:47 PM

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Union minister Nityanand Rai) મંગળવારે સંસદમાં (Parliament) જણાવ્યું હતું કે, વિઝા સમાપ્ત થયા પછી પણ ગયા વર્ષે 25 હજારથી વધુ વિદેશી નાગરિકો ભારતમાં રોકાયા હતા. રાયે કહ્યું કે, 2019 અને 2020ની સરખામણીમાં 2021માં 25143 વિદેશીઓએ દેશમાં સ્થળાંતર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 અને 2020માં અનુક્રમે 54,576 અને 40,239 વિદેશી નાગરિકો દેશમાં સ્થળાંતર થયા હતા. વાસ્તવમાં રાયે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય પરવેશ વર્માના ભારતમાં રહેતા વિદેશીઓના પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું, “2019 પહેલા અને 31 ડિસેમ્બર 2021 સુધી ભારતમાં રહેતા વિદેશીઓની કુલ સંખ્યા 3,93,431 છે.”

તે જ સમયે, આવા વિદેશીઓ રાષ્ટ્રવિરોધી, અસામાજિક અથવા કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે કે કેમ’ તેવા પ્રશ્નના જવાબમાં, રાયે જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રવિરોધી, અસામાજિક અથવા કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વિઝાની મુદત પૂરી થઈ ગયેલા વિદેશીઓની ચોક્કસ માહિતી કેન્દ્રમાં રાખવામાં આવતી શકતી નથી. માહિતી કેન્દ્રિય રીતે જાળવવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓને ઓળખવા અને દેશનિકાલની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓને સક્ષમ કરવા તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપી છે.

NIA 2018થી દર વર્ષે લગભગ 60 કેસ નોંધે છે – નિત્યાનંદ રાય

ગયા મહિને 30 માર્ચે એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું હતું કે, 2018 થી દર વર્ષે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા લગભગ 60 કેસ નોંધવામાં આવી રહ્યા છે. CPI(M)ના નેતા જ્હોન બ્રિટાસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, નિત્યાનંદ રાયે પણ કેટલાક આંકડા શેર કર્યા. માહિતી અનુસાર, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2017માં 36 કેસ નોંધ્યા હતા. આ પછી વર્ષ 2018માં 59, 2019માં 62, 2020માં 59 અને 2021માં 61 કેસ નોંધાયા હતા. વાસ્તવમાં, CPI(M)ના નેતા જોન બ્રિટાસનો પ્રશ્ન છે કે, શું એ સાચું છે કે NIA દ્વારા તપાસ કરવામાં આવતા કેસોની સંખ્યા દર વર્ષે વધી રહી છે? તેના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2017 થી 2021 સુધીના છેલ્લા પાંચ વર્ષમાં 277 કેસ નોંધ્યા છે.

આ પણ વાંચો: GPAT Admit Card 2022: ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: CLAT Exam 2022: CLAT પરીક્ષા જૂનમાં લેવામાં આવશે, અહીં તપાસો પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati