કેરળમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો, 8000 જીલેટીન સ્ટિક મળતા ખળભળાટ

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટકો (Explosives) મળવો ચોંકાવનારો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમને અહીં કોણે અને શા માટે રાખ્યા હતા.

કેરળમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો, 8000 જીલેટીન સ્ટિક મળતા ખળભળાટ
Gelatin Sticks
Image Credit source: TV9
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 04, 2022 | 1:19 PM

કેરળમાં પોલીસે (Kerala Police)મોટી સંખ્યામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. કેરળ પોલીસને શોરાનુર પાસે લગભગ 8000 જીલેટીન સ્ટિક (Gelatin Sticks)ખુલ્લામાં પડેલી મળી છે. આ 40 બોક્સમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે તેને કબ્જે કરીને તપાસ હાથ ધરી છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળવો ચોંકાવનારો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમને અહીં કોણે અને શા માટે રાખ્યા હતા.

પોલીસનું કહેવું છે કે આસપાસમાં પડેલા વિસ્ફોટકો અંગે સ્થાનિક લોકોએ તેમને જાણ કરી હતી. પોલીસની ટીમે આવીને તપાસ કરતાં તે જીલેટીન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને આશંકા છે કે આ જીલેટીન સ્ટિક નજીકની ખાણોમાં વિસ્ફોટ કરવા માટે લાવવામાં આવી હશે.

અગાઉ 7000 સ્ટીક મળી આવી હતી

પોલીસે માહિતી આપી છે કે આટલી મોટી માત્રામાં જિલેટીન સ્ટિક મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ, નવેમ્બર 2000 માં, પોલીસે પલ્લાકડના વાલ્યારમાંથી એક વાહનમાંથી 7500 ડિટોનેટર અને 7000 જિલેટીન સ્ટિકો મળી આવી હતી. આ તમામ ટામેટાં ભરેલા બોક્સમાં સંતાડવામાં આવ્યા હતા. તેમને તમિલનાડુના ઈરોડથી એર્નાકુલમ જિલ્લાના એન્ગામાલી લઈ જવામાં આવી રહ્યા હતા. જેના એક વીડિયોમાં જોઈ શકાતું હતું કે આ જિલેટીન સ્ટીક્સને ગુલાબી રંગના પ્લાસ્ટિકમાં લપેટીને રાખવામાં આવી હતી.

2020માં થયો હતો બ્લાસ્ટ

સપ્ટેમ્બર 2020 માં, એર્નાકુલમમાં ખાણ પાસે સ્થિત એક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વિસ્ફોટકમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. આ વિસ્ફોટકને ખાણમાં બ્લાસ્ટ કરવાના હેતુથી ગેરકાયદેસર રીતે ઘરમાં રાખવામાં આવ્યો હોવાનું માહિતીમાં બહાર આવ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે બંને પરપ્રાંતિય મજૂરો બિલ્ડિંગની અંદર સૂઈ રહ્યા હતા. આ ઘટના વહેલી સવારે બની હતી. પોલીસે આ વિસ્ફોટના સંબંધમાં સાત લોકોની ધરપકડ કરી હતી. જેમાં ખાણના માલિકોની સાથે જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati