લાલ કિલ્લા હિંસાના આરોપી લક્ખા સિંહની પોલીસને ખુલ્લી ચેલેન્જ, વીડિયો જાહેર કરીને કહી આ વાત

દિલ્હી લાલ કિલ્લામાં સામેલ લક્ખા સિંહ પર એક લાખનું ઇનામ પોલીસે જાહેર કરેલું છે. આમ છતાં તે હાથમાં નથી આવી રહ્યો, અને બીજી બાજુ તે ખુલ્લેઆમ વિડીયો બનાવીને 23 ફેબ્રુઆરીએ બઠિંડામાં લોકોને પ્રદર્શન કરવા બોલાવી રહ્યો છે.

  • Publish Date - 10:31 am, Sat, 20 February 21 Edited By: Pinak Shukla
લાલ કિલ્લા હિંસાના આરોપી લક્ખા સિંહની પોલીસને ખુલ્લી ચેલેન્જ, વીડિયો જાહેર કરીને કહી આ વાત
લક્ખા સિંહ પર છે લાખ રૂપિયાનું ઇનામ

દિલ્હી હિંસાના માસ્ટર માઈન્ડ અને ભૂતપૂર્વ ગેંગસ્ટર લક્ખા સિંહ સીધાનાએ ફરી એક વાર ભડકાઉ વિડીયો જાહેર કર્યો છે. લક્ખાએ પોલીસને ખુલ્લેઆમ ચેતાવણી આપી છે. એણે કહ્યું છે કે 23 ફેબ્રુઆરીએ એક બીજા પ્રદર્શનનું એલાન છે. જે બઠિંડામાં થશે. આ વિડીયોમાં પંજાબથી વધારે યુવાનોને સામેલ થવા કહેવામાં આવ્યું છે.

એક લાખનું ઇનામ

લક્ખા સિંહ છેલ્લા 25 દિવસથી દિલ્હી પોલીસની પહોંચની બહાર છે. પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છહતું. તેણે તેના ફેસબુક પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તે પંજાબના લોકોને અને યુવાનોને ઉશ્કેરે છે.

તંબુની અંદર વિડીયો બનાવવામાં આવ્યો

વિડીયો એક તંબુની અંદર રાત્રે બનાવવામાં આવ્યો છે. તંબુમાં દેખાય છે કે ઘણા લોકો જમીન પર ધાબળમાં સૂઈ રહ્યા છે. લક્ખા તેમની વચ્ચે બેઠો વીડિયો બનાવી રહ્યો છે. વીડિયોમાં કહી રહ્યો છે કે ’23 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં લોકોએ પહોંચવું જોઈએ. બઠિંડા જિલ્લાના મેહરાજ પિંડ આવો, ત્યાં એક પ્રદર્શન છે. આવો મારા ભાઈઓ મોટી સંખ્યામાં પ્રયત્ન કરો જેથી ખબર પડે કે આપણે ખેડૂત આંદોલન સાથે છીએ.

લક્ખા સિંહ સિધાના કોણ છે?

જણાવી દઈએ કે પંજાબના બાથિંડામાં રહેતો લક્ખા 26 નવેમ્બર 2020 થી સિંઘુ બોર્ડર પર આંદોલનમાં હતો. લક્ખા પર પંજાબમાં ડઝનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તે ઘણી વખત જેલમાં પણ ગયેલો છે.

લક્ખાએ દાવો કર્યો હતો કે તેણે ગુનાની દુનિયા છોડી દીધી છે. ત્યારથી તે સામાજિક કાર્યોમાં જોડાયો. તેણે પીપલ્સ પાર્ટી પંજાબમાંથી 2012 માં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. હવે આ પાર્ટીનું અસ્તિત્વ નથી . હાલના પંજાબના નાણાં પ્રધાન મનપ્રીત સિંહ બાદલ દ્વારા શિરોમણી અકાલી દળના છોડ્યા બાદ તેની રચના કરવામાં આવી હતી. બાદમાં તે કોંગ્રેસમાં જોડાયા અને પાર્ટીની ટિકિટ પર 2017 ની વિધાનસભાની ચૂંટણી લડી.

વીડિયો દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો

દિલ્હી પોલીસે જણાવ્યું કે ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ સેલની છ ટીમો લક્ખાની શોધ કરી રહી છે. તેના માથા પરના એક લાખના ઇનામની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લક્ખા સિંઘુ બોર્ડર પર વિરોધ કરનારાઓની વચ્ચે છુપાઇને રહે છે. ગયા અઠવાડિયે તે ટીકરી બોર્ડરના વીડિયોમાં જોવા મળ્યો હતો, પરંતુ સૂત્રો કહે છે કે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ઇરાદાપૂર્વક વીડિયોમાં તેને બતાવવામાં આવ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati