Lakhimpur Khiri Violence: 12 કલાકની પૂછપરછ બાદ આશિષ મિશ્રાની ધરપકડ, SIT જવાબોથી સંતુષ્ટ નથી

Lakhimpur Khiri Violence: પોલીસે લખીમપુર હિંસા કેસમાં આશિષ મિશ્રાની ધરપકડ કરી છે.

Lakhimpur Khiri Violence: 12 કલાકની પૂછપરછ બાદ આશિષ મિશ્રાની ધરપકડ, SIT જવાબોથી સંતુષ્ટ નથી
Lakhimpur Khiri Violence Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 11:31 PM

Lakhimpur Khiri Violence: પોલીસે લખીમપુર હિંસા કેસમાં આશિષ મિશ્રાની ધરપકડ કરી છે. સહારનપુરના ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, લાંબી પૂછપરછ બાદ અમને જાણવા મળ્યું કે આશિષ મિશ્રા સહકાર આપી રહ્યા નથી. તે ઘણી વાતો કહેવા માંગતો નથી. એટલા માટે અમે તેની ધરપકડ કરી રહ્યા છીએ, તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પહેલા આશિષની આજે લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. હિંસા કેસમાં આરોપી આશિષ આજે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો.

તે તેના ડઝનેક સમર્થકો સાથે ક્રાઈમ બ્રાંચની પૂછપરછ માટે સોગંદનામા સાથે પહોંચ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે ઘટના સમયે એક ટીવી કાર્યક્રમમાં હતો. તે સમયે તે ઘટના સ્થળે નહોતો. 3 ઓક્ટોબરે લખીમપુર ખેરીમાં થયેલી હિંસા બાદ સમગ્ર વિપક્ષ સતત સરકાર પર હુમલા કરી રહ્યો છે. આ પછી આશિષ આજે પોલીસ સમક્ષ હાજર થયો છે. આશિષ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે (Murder Case Against Ashish Mishra). એફઆઈઆર અનુસાર, આશિષ ખેડૂતોને કચડી નાખતી કારમાં બેઠો હતો. આ સાથે આશિષ સામે ગોળીઓ ચલાવવાનો પણ આરોપ છે. માહિતી અનુસાર, બહરાઈચ જિલ્લાના જગજીત સિંહની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

આશિષ મિશ્રા સામે હત્યાનો કેસ નોંધાયો

FIR માં કહેવામાં આવ્યું છે કે, હિંસા પૂર્વ આયોજિત હતી. આ માટે મંત્રી અને તેમના પુત્રએ કાવતરું ઘડ્યું. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા. જેના કારણે હિંસા થઈ અને 8 લોકોના મોત થયા. એફઆઈઆરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, તે દિવસે ખેડૂત મહારાજ અગ્રસેન ઈન્ટર કોલેજના મેદાનમાં ભેગા થયા હતા અને બાનબીર જતા ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સામે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આશિષ મિશ્રા ઉર્ફે મોનુની હત્યા, આકસ્મિક મૃત્યુ, ફોજદારી કાવતરું, અવિચારી ડ્રાઇવિંગની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ડીઆઈજીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. 12 કલાકની પૂછપરછ બાદ મંત્રી અજય ટેનીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આજની પૂછપરછમાં એસઆઈટી આશિષ મિશ્રાના જવાબોથી સંતુષ્ટ નહોતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

મંત્રી અજય ટેનીના સમર્થકો ભાજપ કાર્યાલયમાં ભેગા થયા

મંત્રી અજય ટેનીના (Minister Ajay Teni) પુત્રની ધરપકડના ભયને જોતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલયમાં એકઠા થયા હતા. સમર્થકો તેના સમર્થનમાં સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ભાજપ કાર્યાલયમાં અજય ટેની અને આશિષના સમર્થકોનો મેળાવડો છે. દરમિયાન મંત્રી ટેનીએ ઓફિસની બાલ્કનીમાં જઈને સમર્થકોને શાંત થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આશિષ માત્ર ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ માટે ગયો છે. એવી કોઈ વાત નથી. આ સાથે તેમણે કહ્યું કે, યોગી સરકારમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">