લદ્દાખ સીમા પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ રીલીઝ કર્યો વિડિયો, જમીન, આકાશ અને પાણીમાં સૈનિકોની સજ્જતા દેખાડાઈ. ચીની ડ્રેગનને ભારતીય સેનાનો વળતો જવાબ

ભારત અને ચીનનાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીએ એક વિડિયો શેર કર્યો છે કે જેમાં ભારતીય સેના પણ સતર્ક દેખાઈ રહીછે અને તાકાત સાથે અભ્યાસ કરતા જોવા મળી હતી. ડ્રેગન પોતાની સેનાના યુધ્ધાઅભ્યાસના વિડિયો શેર કરીને ભારત પર દબાણ વધારવાના પ્રયાસો કરતું રહે છે તે વચ્ચે ધૃવ વોરીયર્સ નામના આ વિડિયોમાં […]

લદ્દાખ સીમા પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ રીલીઝ કર્યો વિડિયો, જમીન, આકાશ અને પાણીમાં સૈનિકોની સજ્જતા દેખાડાઈ. ચીની ડ્રેગનને ભારતીય સેનાનો વળતો જવાબ
http://tv9gujarati.in/ladakh-sima-par-…hyas-video-jaari/
Follow Us:
| Updated on: Jun 09, 2020 | 9:20 AM

ભારત અને ચીનનાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીએ એક વિડિયો શેર કર્યો છે કે જેમાં ભારતીય સેના પણ સતર્ક દેખાઈ રહીછે અને તાકાત સાથે અભ્યાસ કરતા જોવા મળી હતી. ડ્રેગન પોતાની સેનાના યુધ્ધાઅભ્યાસના વિડિયો શેર કરીને ભારત પર દબાણ વધારવાના પ્રયાસો કરતું રહે છે તે વચ્ચે ધૃવ વોરીયર્સ નામના આ વિડિયોમાં ભારત તરફે તૈયારીઓ દેખાડવામાં આવી છે કે જેમાં સેના જમીન, પાણી અને આકાશમાં સેના કેટલી સુસજ્જ છે. આ વિડિયોને ભારતીય સેના તરફથી ચીની સેનાને જવાબ ગણવામાં આવે છે. બે મિનિટ અને ચાર સેકન્ડના આ વિડિયોમાં  સેનાની આકાશથી લઈને જમીન સુધીની તૈયારીઓને બખુબી રીતે દેખાડવામાં આવી છે. ત્યાં સુધી કે ભારતીય સેના કેવી સજાગતાથી દુર્ગમ વિસ્તારમાં પોતાનો ઝંડો લહેરાવે છે. લદ્દાખમાં ટેન્કથી લઈ થલ સેનાની તૈયારીઓને પણ બતાવવામાં આવી છે. એટલે કે ભારતના જાંબાઝો માટે કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી, દરેક પળે સતર્ક અને હંમેશા દુશ્મનો પર નજર રાખતી સેનાનો આ વિડિયો દુશ્મનો માટે ચેતવણીરૂપ છે. ભારતીય સેનાએ જારી કરેલા વિડિયોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે સૈનિકો પોતાની તાકાત બતાવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">