લદ્દાખના તુર્તુક સેક્ટરમાં મોટી દુર્ઘટના, સૈનિકોને લઈ જતી ટ્રક શ્યોક નદીમાં ખાબકી, 7 જવાનો શહીદ, અનેક ઘાયલ

લદ્દાખના તુર્તુક સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોને લઇને જતી એક ટ્રક નદીમાં ખાબકી છે. જેમાં 7 ભારતીય જવાનો શહીદ થયા છે. અને 19 જવાનો ઘાયલ થયાના સમાચાર છે.

લદ્દાખના તુર્તુક સેક્ટરમાં મોટી દુર્ઘટના, સૈનિકોને લઈ જતી ટ્રક શ્યોક નદીમાં ખાબકી, 7 જવાનો શહીદ, અનેક ઘાયલ
લદ્દાખની શ્યોક નદીમાં ભારતીય સેનાની ટ્રક ખાબકી
Utpal Patel

|

May 27, 2022 | 7:18 PM

લદ્દાખમાં ((Ladakh))એક મોટી દુર્ઘટના બની છે. લદ્દાખના તુર્તુક સેક્ટરમાં ભારતીય સેનાના (Indian Army) જવાનોને લઇને જતી એક ટ્રક નદીમાં ખાબકી છે. જેમાં 7 ભારતીય જવાનો શહીદ થયા છે. અને 19 જવાનો ઘાયલ થયાના સમાચાર છે.સેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલોને ભારતીય વાયુસેનાની મદદથી વેસ્ટર્ન કમાન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ વાહનમાં કુલ 26 સૈનિકો સવાર હતા. દરમિયાન, ગુરુવારે શ્યોક નદીમાં પડતાં સાત જવાનોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે ઘટના સમયે ભારતીય સેનાનું વાહન પરતાપુરથી સબ-સેક્ટર હનીફ તરફ જઈ રહ્યું હતું. રોડ પરથી વાહન સ્લીપ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. વાહન રોડ પરથી લપસીને લગભગ 50 થી 60 ફૂટ નીચે નદીમાં પડ્યું હતું. તમામ 26 જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 7 જવાનોના મોતની પુષ્ટિ થઈ હતી.

પોલીસે FIR નોંધી

ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ નદીમાં પડી ગઈ હતી. લેહ પોલીસ, આર્મી અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી અને જવાનોને હોસ્પિટલ લઈ ગયા. આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 279, 337, 304A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભારતીય સેનાના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે તુર્તુક અકસ્માતમાં ઘાયલ થયેલા 19 સૈનિકોને એરલિફ્ટ કરીને પંચકુલાની ચંડીમંદિર કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, લેહ જિલ્લાના નુબ્રા વિસ્તારમાં થોઈસથી લગભગ 25 કિમી દૂર આવેલા ટુક્ટુક સેક્ટરમાં સવારે 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, 26 સૈનિકોની ટીમને લઈને વાહન પરતાપુર ટ્રાન્ઝિટ કેમ્પથી હનીફ સબ-સેક્ટર સ્થિત ફોરવર્ડ એરિયામાં જઈ રહ્યું હતું, ત્યારે આ અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઝડપી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ સૈનિકોને પરતાપુર સ્થિત આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક અધિકારીએ કહ્યું, “અત્યાર સુધી સાત સૈનિકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati