કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પહોચ્યો હાઈકોર્ટ, વિવાદિત સ્થળની વીડિયોગ્રાફી-સર્વે કરાવવા માંગ

શ્રીકૃષ્ણ જન્મભૂમિ (Shri Krishna Janambhoomi) વિવાદ ફરી એકવાર અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટ કમિશનર તરીકે સિનિયર એડવોકેટની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચ મારફત વિવાદિત સ્થળનો રિપોર્ટ મંગાવવાની માંગ કરવામાં આવી છે.

કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પહોચ્યો હાઈકોર્ટ, વિવાદિત સ્થળની વીડિયોગ્રાફી-સર્વે કરાવવા માંગ
Krishna Janmabhoomi dispute reached High Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 7:20 AM

મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ (Shri Krishna Janmabhoomi Case) કેસને લઈને કોર્ટમાં સતત દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેમાં તમામ હિંદુવાદી નેતાઓ અને સંગઠનોએ માંગણી કરી છે કે, જે શાહી ઈદગાહ મસ્જિદ છે તે ગેરકાયદે બની છે, તેને ત્યાંથી હટાવી દેવી જોઈએ. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની (Shri Krishna Janmabhoomi Temple) જગ્યા પરત આપવી જોઈએ. જો કે, તેનો નિર્ણય લેવાનો બાકી છે, કારણ કે આ મામલે મથુરા (Mathura) કોર્ટમાં ઘણા કેસ દાખલ છે અને તમામ કેસની સુનાવણી મથુરા કોર્ટ સમક્ષ ચાલી રહી છે, જેમાં હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ દ્વારા તેમની દલીલો રજૂ કરવામાં આવી રહી છે. આ દરમિયાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટ કમિશનર તરીકે સિનિયર એડવોકેટની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચ મારફત વિવાદિત સ્થળનો રિપોર્ટ મંગાવવાની માંગ કરવામાં આવી છે.

શ્રી કૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરવા માટે, ઘણા હિન્દુવાદી નેતાઓ કોર્ટમાં સતત અપીલ પર અપીલ કરી રહ્યા છે. સાથે જ તેઓ માંગ કરી રહ્યા છે કે શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર બનેલી શાહી ઈદગાહ મસ્જિદનો સર્વે કરવામાં આવે. તેના પર એક કમિશનની નિમણૂક કરવી જોઈએ, જેથી યથાસ્થિતિ યથાવત રહે. તેની સાથે કોઈ ગડબડ ના થાય.

મામલો ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો

આ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલો ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી શ્રી કૃષ્ણ જન્મભૂમિના મુખ્ય પક્ષકાર મનીષ યાદવ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં મનીષ યાદવે પોતાની વિવિધ માંગણીઓને લઈને અરજી દાખલ કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પરિસરમાં હિંદુ સ્થાપત્યના ચિહ્નો છે

હિંદુવાદી નેતા મનીષ યાદવ દ્વારા ઘણી માંગણીઓ કરવામાં આવી છે, જેમાં પ્રથમ વરિષ્ઠ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવામાં આવે, જેથી કરીને શાહી ઇદગાહ મસ્જિદમાં બનેલા હિંદુ સ્થાપત્યના ચિહ્નો સાથે કોઈ છેડછાડ ન કરી શકે. કમિશનર મારફત ત્યાં સર્વે કરીને રિપોર્ટ માંગવો જોઈએ. ઉપરાંત, વિવાદિત સ્થળનું વિડીયોગ્રાફી દ્રારા સર્વે કરાવવું જોઈએ, કારણ કે આજે પણ શાહી ઈદગાહ મસ્જિદ પર હિન્દુ સ્થાપત્યના ચિહ્નો દેખાય છે, હિન્દુ સ્થાપત્યના ચિહ્નો દાવો કરે છે કે અહીં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં ભગવાન કૃષ્ણનું ગર્ભગૃહ હતું.

કમિશનર તરીકે સિનિયર એડવોકેટની નિમણૂક કરવાની માંગ

આ અંગે વધુ માહિતી આપતાં હિન્દુવાદી નેતા મનીષ યાદવે જણાવ્યું કે તેમના દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેમણે કોર્ટ કમિશનર તરીકે વરિષ્ઠ વકીલની નિમણૂક, વિવાદિત સ્થળના વીડિયોગ્રાફી સર્વેની માંગણી કરી છે. તેમજ કમિશનર મારફત સ્થળનો રિપોર્ટ મંગાવવો જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">