કોરોનાનાં વધતા કેર વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી પાંચ રાજ્યમાંથી આવતી ફ્લાઈટ પર લગાવી રોક, કેન્દ્ર સરકારને પત્ર લખી મમતા બેનરજીએ કરી રજૂઆત, કોલકતાથી ઓપરેટ થતી ફ્લાઈટ પર પણ પડશે અસર

કોરોનાનાં વધતા કેર વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી પાંચ રાજ્યમાંથી આવતી ફ્લાઈટ પર લગાવી રોક, કેન્દ્ર સરકારને પત્ર લખી મમતા બેનરજીએ કરી રજૂઆત, કોલકતાથી ઓપરેટ થતી ફ્લાઈટ પર પણ પડશે અસર
http://tv9gujarati.in/korona-na-vadhat…-julai-sudhi-rok/

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદથી આવતી તમામ ફ્લાઈટોને લેન્ડ કરવા સામે મનાઈ ફરમાવી દીધી છે. આ સાથે જ કોલકતાથી ઓપરેટ થતી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઈટ 6 તારીખથી લઈ 19 જુલાઈ સુધી અથવા તો આગળ જ્યાં સુધી નવો ઓર્ડર જારી ન થાય તે રદ રહેશે.

અગાઉ મમતા બેનરજી શાસિત સરકાર દ્વારા કેન્દ્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે પાંચ જેટલા કોરોનાનાં હોટસ્પોટ રાજ્યમાંથી ટ્રેનને મોકલવાની બંધ કરવામાં આવે. સાથે જ આ પાંચ રાજ્યમાંથી ફ્લાઈટ પણ ન મોકલવામાં આવે. જો કે અન્ય રાજ્યમાંથી આવતા ફ્લાઈટને અઠવાડિયામાં એક વાર પ્રવેશ કરવા દેવામાં આવશે. ગયા અઠવાડિયે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને ડોમેસ્ટીક ફ્લાઈટનાં ઓપરેશનમાં 45% માંથી 33% સુધી શરૂ કરી દેવા માટેની તૈયારીઓ બતાવવામાં આવી છે.

ડોમેસ્ટીક ફ્લાઈટ 25 મેથી શરૂ કરી દેવા માટે લીલી ઝંડી આપવામાં આવી ત્યાર બાદ હાલમાં આંતરરાષ્ટ્રીય અને કાર્ગો ફ્લાઈટ જ પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને હજુ 31 જુલાઈ સુધી પરવાનગી આપવામાં નથી આવી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati