જાણો.. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનો ભારત સાથે શું છે સબંધ

પરવેઝ મુશર્રફના(Pervez Musharraf) ભારત પ્રવાસ દરમ્યાન આગ્રામાં મહેમાનગતિ અને કારગિલ વોરમાં તેમની ભૂમિકા હંમેશા ભારતમાં ચર્ચામાં રહી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ નવાઝ શરીફની સત્તાને ઉથલાવવા તેમની ભૂમિકા મહત્વની રહી છે

જાણો.. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનો  ભારત સાથે શું છે સબંધ
Parvez Musharraf And Atal Bihari Vajpayee Agra summit 2001Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 8:16 PM

પાકિસ્તાનના(Pakistan)  પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ(Pervez Musharraf) હાલ વેન્ટિલેટર પર છે. જો કે રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફનો ભારત(India)  સાથે શું સબંધ છે. કદાચ આ અંગે ઓછા લોકો જાણતા હશે કે પરવેઝ મુશર્રફના ભારત પ્રવાસ દરમ્યાન આગ્રામાં મહેમાનગતિ અને કારગિલ વોરમાં તેમની ભૂમિકા હંમેશા ભારતમાં ચર્ચામાં રહી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ નવાઝ શરીફની સત્તાને ઉથલાવવા તેમની ભૂમિકા મહત્વની રહી છે. ત્યારે આવો જાણીએ પરવેઝ મુશર્રફની ભારત અને પાકિસ્તાનમાં ચર્ચામાં રહેલી બાબતો અંગે

પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ દિલ્હીના દરિયાગંજમાં થયો

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. ભારતના ભાગલા પછી તેમનો પરિવાર કરાચીમાં સ્થાયી થયો. બાદમાં તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ બન્યા. તેમણે 1999માં નવાઝ શરીફની લોકતાંત્રિક સરકારને ઉથલાવીને પાકિસ્તાનની સત્તા સંભાળી અને 20 જૂન, 2001થી 18 ઓગસ્ટ, 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ દરમિયાન ચર્ચામાં આવ્યા પરવેઝ મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ એપ્રિલથી જૂન-1999 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. કારણ કે તે દરમિયાન મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. આર્મી ચીફ રહીને તેમણે ભારતને એવા અનેક ઘા આપ્યા, જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથેના સંબંધોને સુધારીને સંબંધોને એક નવા પરિમાણ પર લઈ ગયા, પરંતુ તેમની પહેલ લાંબો સમય ટકી ન શકી. એવું માનવામાં આવે છે કે પરવેઝ મુશર્રફ અટલ બિહારીને સમર્થન આપવા પાછળ હટી ગયા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2001માં જનરલ પરવેઝ મુશર્રફ ભારત સાથેના સંબંધો સુધારવા આગ્રા આવ્યા હતા.

જુલાઈ 2001માં જનરલ પરવેઝ મુશર્રફ ભારત સાથેના સંબંધો સુધારવા આગ્રા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત સમાચારોમાં ઘણી રહી હતી. લાંબા સમય બાદ થયેલી બે દેશોની સામ-સામે બેઠકે પણ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતના વડાપ્રધાન રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયીએ તેમને ઘણું સમજાવ્યું, પરંતુ તેમણે કાશ્મીરને મુદ્દો બનાવીને વાતચીતના માર્ગમાં અવરોધો ઊભા કર્યા. આ ઉપરાંત તેમનું આગ્રામાં જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આગ્રામાં થઈ પરવેઝ મુશર્રફની આગતા -સ્વાગતા

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સમિટ બાદ પત્ની સબા મુશર્રફ સાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. તે માટે BHEL દ્વારા ઇન્દોરમાં બનેલી એરકન્ડિશન્ડ બેટરી બસને પહેલીવાર તાજમાં લાવવામાં આવી હતી.મુશર્રફ જે વિસ્તારમાંથી પસાર થયા હતા તે વિસ્તારના તમામ મકાનો અને ઇમારતો એક જ રંગમાં રંગવામાં આવી હતી. મોલ રોડ પરની ઈમારતોને સફેદ કલર અને તાજગંજ, ફતેહાબાદ રોડને સ્ટોન કલર આપવામાં આવ્યો હતો.પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અમર વિલાસ હોટલના કોહિનૂર સ્યુટમાં રોકાયા હતા. જેમાં હોટેલમાં પહેલીવાર સિલ્વર કટલરીનો ઉપયોગ કર્યો હતો.

પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં નવાઝ શરીફ સરકારને ઉથલાવી

પરવેઝ મુશર્રફ ઓક્ટોબર 1988માં પાકિસ્તાનના આર્મી ચીફ બન્યા હતા. 1999 માં સેના પ્રમુખ તરીકે પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં નવાઝ શરીફ સરકારને ઉથલાવી અને તાનાશાહ તરીકે ઉભરેલા નવાઝ પાકિસ્તાનના મુખ્ય કાર્યકારી બન્યા હતા. પરવેઝ 20 જૂન 2001ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને આ દરમિયાન તેઓ પાકિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ પણ રહ્યા. તેઓ 2 ઓક્ટોબર 1999 થી 21 નવેમ્બર 2002 સુધી પાકિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ હતા. તેમણે વિવાદાસ્પદ લોકમત દ્વારા 2002માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. ખાસ વાત એ છે કે તેઓ નવાઝ શરીફના કાર્યકાળમાં આર્મી ચીફ બન્યા હતા અને બાદમાં તેમણે નવાઝની સરકારને ઉથલાવી હતી.

કારગિલ યુદ્ધમાં ભારત જીત્યું નહી હોવાનું પરવેઝ મુશર્રફની વિવાદિત નિવેદન

કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાનના આર્મી ચીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે કારગીલની એક નવી કહાની સંભળાવી હતી . મુશર્રફે કહ્યું છે કે કારગિલ યુદ્ધમાં ભારત જીત્યું નથી, પરંતુ રાજકીય નિર્ણય તરીકે પાકિસ્તાને ત્યાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી હતી.મુશર્રફે કહ્યું હતું કે જેઓ કારગીલમાં ભારતની જીતનો દાવો કરે છે તેઓ તેનું સત્ય નથી જાણતા. મુશર્રફે દાવો કર્યો હતો કે કારગીલમાં પાંચ જગ્યાએ અમે કબજો જમાવ્યો હતો, જેમાંથી ચાર જગ્યાએ ભારતીય સેના અમને સ્પર્શ પણ કરી શકી નથી. માત્ર એક જ જગ્યાએ લડાઈ ચાલી રહી હતી. જો કે, બાદમાં પાકિસ્તાને રાજકીય નિર્ણય લીધો અને પાંચેય સ્થળોએથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા હોવાનો દાવો કર્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">