શું છે પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનના જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ યોજના જલદી જ લૉન્ચ કરવામાં આવશે.

શું છે પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં
Know what is Pradhan Mantri Gatishakti Yojana in full detail in this report (File Photo)
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 13, 2021 | 11:17 AM

વડાપ્રધાન મોદી દ્વારા પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ત્યારે શું છે પીએમનો માસ્ટર પ્લાન એની જો વાત કરવામાં આવે તો 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના 2021 (Pradhan Mantri Gati Shakti Yojana 2021)ની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનના જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ યોજના જલદી જ લૉન્ચ કરવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનામાં શું હશે તે અંગે અહીં સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના 100 લાખ કરોડની હશે જે લાખો યુવાનો માટે નવું રોજગાર સર્જવાનો મોકો આપશે.તે આપણા દેશ માટે એક રાષ્ટ્રીય માળખાગત માસ્ટર પ્લાન હશે જે સર્વગ્રાહી માળખાકીય સુવિધાનો પાયો નાખશે તેમજ અર્થવ્યવસ્થા માટે એકીકૃત અને સર્વગ્રાહી સાબિત થશે

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

વર્તમાન સમયમાં ટ્રાન્સપોર્ટેશનના સાધનોમાં કોઈ તાલમેલ નથી. પરંતુ ગતિ શક્તિ આ સમસ્યાઓને દૂર કરશે. જેના કારણે સામાન્ય નાગરિકોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે. ગતિ શક્તિ યોજન લોકલ મેન્યુફેક્ચરને ગ્લોબલ સ્તરે લાવવામાં મદદ કરશે.અંદાજે 100 લાખ કરોડની આ યોજના છે

પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા Gati Shakti Yojana- દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે

મહત્વનું છે કે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના (Central Government)16 મંત્રાલયો અને વિભાગોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. તેના દ્વારા કેન્દ્ર સરકારની બધી મોટી યોજનાઓ માટે બધા વિભાગોમાં સમન્વય સ્થાપિત થશે. દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે.

ગતિ શક્તિ યોજના અંતર્ગત એક વેબસાઇટ લોન્ચ થશે જેમાં કેન્દ્ર સરકારની વર્ષ 2024-25 સુધીની બધી મોટી યોજનાઓની પૂરી જાણકારી હશે. સાથે જ દરેક પ્રોજેક્ટનું સ્થાન, તેનો ખર્ચ, પરિયોજના તૈયાર થવાની તારીખ, તેના ફાયદા અને ખતરા, આ બધી જાણકારી વેબસાઇટ પર મુકવામાં આવશે.

પ્રોજેક્ટમાં થ્રીડી ઇમેજનો થશે પ્રયોગ

આ પ્રોજેક્ટની GIS મેપિંગ અને થ્રીડી ઇમેજ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે કોઇપણ વ્યક્તિ આસાનીથી જાણી શકશે કે તે પ્રોજેક્ટ કયા પ્લોટ પર છે. કયા ગામ કે શહેરમાં છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું છે. તે પ્રોજેક્ટની આજુબાજુમાં શું છે.

આ રીતે એક વિભાગના મોટા પ્રોજેક્ટની બધી જાણકારી બીજા વિભાગને મળી જશે. તેનો ફાયદો એ થશે કે બીજો વિભાગ પણ પોતાની કોઇ યોજનાની પહેલથી રહેલી જાણકારીના આધારે તૈયાર કરશે. બધા વિભાગ અને મંત્રાલય એકબીજાને સમન્વય સ્થાપિત કરીને તેનો ફાયદો ઉઠાવશે. તેમાં ખાસ રીતે એવી યોજના જોડવામાં આવી છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે. જેમાં રેલ્વે, રોડ, સિવિલ એવિએશન, શિપિંગ, ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, સ્ટીલ જેવા 16 મંત્રાલયો અને વિભાગોને રાખવામાં આવ્યા છે.

મહત્વ નું છે કે હાલ એક મંત્રાલય શું કરી રહ્યું છે તેની બીજા મંત્રાલયને ખબર હોતી નથી. તેથી હવે વેબસાઇટ દ્વારા કોઇપણ મોટા પ્રોજેક્ટની બધી જાણકારી એક સ્થાને ઉપલબ્ધ રહેશે. એટલે કે જો કોઇ ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તો તેના આધારે નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની સડક યોજનાનો પ્લાન બનાવશે.

ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી શરૂઆતથી એ ઇચ્છતા હતા કે સરકારનું દરેક મંત્રાલય એકબીજા સાથે જોડાયેલું રહે. તેનાથી મોટા પ્રોજેક્ટમાં પૈસાની બચત કરવી સંભવ થશે. આની સાથે યોજનાને જલ્દી પૂરી કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીની ગતિ શક્તિ યોજના તેમના આ સપનાને સાકાર કરશે એવું હાલમાં માનવામાં આવી રહ્યું છે.

આ  પણ વાંચો: અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા

આ  પણ વાંચો: આ મામલે ભારતીય શેરબજાર France બાદ હવે Britainને પાછળ ધકેલશે, હવે માત્ર આ દેશો ભારતથી આગળ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">