જાણો.. દરિયામાં કેવી રીતે આકાર લે છે ચક્રવાતી તોફાન, કેમ મચાવે છે તબાહી

હાલ Cyclone Tauktae ને લઇને દરિયાઈ તોફાનની ચર્ચા અને તેની અસરને લઇને લોકોમાં ચિંતા છે. ગુજરાતના દરિયા કિનારે આ તોફાન તબાહી મચાવે તેવી શક્યતા છે. ત્યારે આવો આપણે જાણીએ દરિયાઇ તોફાન કેવી રીતે ઉદભવે છે. 

જાણો.. દરિયામાં કેવી રીતે આકાર લે છે ચક્રવાતી તોફાન, કેમ મચાવે  છે તબાહી
Cyclone Tauktae: Hurricane forecast to hit Gujarat, pay special attention to all these things
Follow Us:
| Updated on: May 15, 2021 | 3:10 PM

વિશ્વભરમાં દર વર્ષે અનેક તોફાનો આવે છે. પરંતુ તેમાંથી મોટાભાગના જમીનથી દૂર સમુદ્રોમાં આવે છે. ખરેખર આ તોફાન દરિયામાં જ નિર્મિત થાય છે . જેમાં આ મોટાભાગના Cyclone દરિયાની બહાર અથવા તો જમીન પર પહોંચતા પૂર્વે જ તીવ્રતા ગુમાવી દે છે. પરંતુ કેટલાક એટલા શક્તિશાળી છે કે તેઓ જમીન પર ખાના ખરાબી સર્જે છે અને જાન અને માલનું નુકશાન પણ કરે છે.

હાલ CycloneTauktae ને લઇને દરિયાઈ તોફાનની ચર્ચા અને તેની અસરને લઇને લોકોમાં ચિંતા છે. ગુજરાતના દરિયા કિનારે આ તોફાન તબાહી મચાવે તેવી શક્યતા છે. ત્યારે આવો આપણે જાણીએ દરિયાઇ તોફાન કેવી રીતે ઉદભવે છે.

દરિયાઇ વાવાઝોડા કેવી રીતે ઉદભવે છે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સામાન્ય રીતે દરિયાના પાણીનું તાપમાન ઓછું હોય છે. તેમજ જ્યારે દરિયાઇ પાણીનું તાપમાન 79 ડિગ્રી ફેરનહિટ એટલે કે 26.1 ડિગ્રી સેલ્સિયસ થી વધે છે ત્યારે દરિયામાં તીવ્ર Cyclone ઉદ્ભવે છે.

જેમ જેમ દરિયાનું ગરમ પાણી વરાળમાં ફેરવાય છે અને ઉપરના વાતાવરણમાં પહોંચે છે. તે ઠંડી હવા સાથે પ્રતિક્રિયા કરે છે અને તોફાનના રૂપમાં ફેરવાય છે. ઉચ્ચ તાપમાન ઉર્જાના સ્તરમાં વધારા તરફ દોરી જાય છે. જે આખરે પવનની ગતિ વરસાદ અને અન્ય પરિબળોને અસર કરે છે.

જ્યારે તાપમાનમાં વધારો થાય છે ત્યારે વાતાવરણમાં ભેજ (ભેજ) વધે છે. હવામાં ભેજન વધારે હોવાના લીધે જ્યારે તે નીચા અથવા ઉચ્ચ તાપમાનવાળા વિસ્તારોમાં પહોંચે છે. ત્યારે એક ખૂબ જ શક્તિશાળી સિસ્ટમ બનાવવામાં આવે છે. જેમા વીજળી પડવી, ભારે વરસાદ, કરા અને અતિશય હિમવર્ષાની સ્થિતિનું પણ નિર્માણ થાય છે.

આ ઉપરાંત ચક્રવાતી તોફાનોનો સીધો સંબધ પોતાની ધરી પર પૃથ્વીના પરિભ્રમણ સાથે સંબંધિત છે. વિષુવવૃત્ત વિસ્તાર નજીક દરિયામાં જ્યાં ચક્રવાત ઉદ્ભવવાની સંભાવના છે જ્યાં પાણીનું તાપમાન 26 ડિગ્રી સેલ્શિયસ અથવા તેથી વધુ હોય છે. સૂર્યની ગરમીના લીધે જ્યારે સમુદ્રની આજુબાજુની હવા ગરમ હોય છે ત્યારે તે ઝડપથી ઉપરની બાજુએ જાય છે. ખૂબ વધુ ઝડપે હવાના ઉદ્ભવને કારણે નીચા દબાણવાળા ક્ષેત્રનો વિકાસ થાય છે. નીચા દબાણનું ક્ષેત્ર ત્યાં એક ખાલીપણ બનાવે છે. આસપાસની ઠંડી હવા ઝડપથી ખાલીપણને ભરે છે.તેમજ પવનની ગતિ સાથે એક દરિયાઈ તોફાનનું સ્વરૂપ  ધારણ કરી લે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">