ફક્ત 21 દિવસમાં લાગશે Sputnik V વેક્સિનના બે ડોઝ, જાણો આ નવી વેક્સિન વિશે કેટલીક મહત્વપૂર્ણ વાત

ભારતમાં રશિયન વેક્સિન Sputnik Vને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ચાલો તમને જણાવી દઈએ આ વેક્સિન વિશે કેટલીક ખાસ બાબત.

ફક્ત 21 દિવસમાં લાગશે Sputnik V વેક્સિનના બે ડોઝ, જાણો આ નવી વેક્સિન વિશે કેટલીક મહત્વપૂર્ણ વાત
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 1:52 PM

ભારતમાં કોરોના સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. રશિયન રસી સ્પુટનિક વી (sputnik v) ના તાત્કાલિક ઉપયોગની મંજૂરી સાથે ભારતમાં હવે આ રોગચાળા સામે લડવા માટે ત્રીજી રસી આવી ગઈ છે છે. નેશનલ રેગ્યુલેટર એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની (DCGI) ઇમરજન્સી યુઝ ઓથોરિટી (EUA) એ મંજુરી આપી છે. જેને અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની કોવિશિલ્ડ અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડની “કોવાક્સિન” (Covaxin) ને મંજૂરી આપી હતી.

સ્પુટનિક વી (sputnik v) (પ્રવાહી) માઇનસ 18 ° સે તાપમાને સંગ્રહિત થાય છે. જો કે તેના સૂકા ફોર્મને 2-8 ° સે. પર સ્ટોર કરી શકાય છે. આને માટે કોલ્ડ-ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની જરૂર નથી. આરડીઆઈએફ અનુસાર, સ્પુટનિક વીને 55 દેશોના 150 કરોડથી વધુ લોકોના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીની કિમત ડોઝ દીઠ 10 ડોલરની નીચે રાખવાનો પ્રસ્તાવ છે. જોકે ભારતમાં તેની કિંમત નક્કી કરવામાં આવી નથી.

ચાલો તમને જણાવી દઈએ કે બંને પ્રથમ રસીની જેમ, તેનો ઉપયોગ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પણ થઈ શકે છે. જો કે હજુ સુધી ભારતમાં, ફક્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સ્પુટનિક વી ની બીજી માત્રા 21 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. ભારતમાં હાલમાં બંને રસીનો બીજો ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પુટનિક વીના 0.5 મિલીલીટરના બે ડોઝ ઇન્ટ્રામસ્ક્યુલરલી રૂપમાં આપવાના છે. રસી -18 ° સે તાપમાને સંગ્રહિત કરવાની રહેશે. હાલમાં રેડ્ડી લેબ રશિયાથી રસી આયાત કરશે.

આમ જોવા જઈએ તો ભારતમાં બે વેક્સિન સાથે રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે ત્રીજી વેક્સિનના ઉપયોગની મંજુરી બાદ વેક્સિનેશન પ્રક્રિયામાં ઝડપ આવવાની સંભાવના જતાવવામાં આવી રહી છે. જોવું રહ્યું કે આ વેક્સિન કેટલી અસરકારક નિવળે છે અને આ રસીના આગમનથી રસીરકનની પ્રક્રિયામાં કેટલો વધારો આવે છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સાથે કોરોનાનું પર જોર વધ્યું , ચિંતાજનક છે કોરોનાના આંકડા, જાણો

આ પણ વાંચો: Maha Kumbh 2021: કુંભના શાહી સ્નાનનો વિડીયો જોઈ રિચા ચઢ્ઢા થઇ ગુસ્સે, મહાકુંભ વિશે કહી આ વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">