King Chilli : વિશ્વની સૌથી તીખી મરચાંથી DRDOએ બનાવ્યો બોમ્બ, ભારતથી લંડન તરફ પ્રયાણ

વર્ષ 2007 માં, આ મરચાને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. આ મરચી તે સમયે ટોબેસ્કો સોસ કરતા 400 ગણી વધારે તીખી હતી.

King Chilli : વિશ્વની સૌથી તીખી મરચાંથી DRDOએ બનાવ્યો બોમ્બ, ભારતથી લંડન તરફ પ્રયાણ
વર્ષ 2007 માં, આ મરચાને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું

King Chilli :  પૂર્વોત્તર ક્ષેત્રમાંથી જીઆઈ સંબંધિત ઉત્પાદનોની નિકાસને વેગ આપવાના દૃષ્ટિકોણથી, નાગાલેન્ડ (Nagaland) થી ‘રાજા મિર્ચ’ (Raja Mirch) ના કન્સાઇનમેન્ટ, જેને કિંગ ચિલી (King Chilli) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને બુધવારે ગુવાહાટી મારફત લંડન લઈ જવામાં આવી છે. રાજા મિર્ચના આ માલને સ્કોવીલી હીટ યુનિટ્સ (SHU) ના આધારે વિશ્વની સૌથી તીખી ગણવામાં આવે છે.

આ કન્સાઇનમેન્ટ નાગાલેન્ડના પેરેન જિલ્લાનો એક ભાગ તેનિંગથી માંગવામાં આવી છે, અને ગુવાહાટીના એપેડાથી સહાયતા પેકહાઉસથી પેક કરવામાં આવી હતી. નાગાલેન્ડની આ મરચીને ભૂત જોલોકિયા અને ભૂત મરી પણ કહેવામાં આવે છે. તેને 2008 માં જીઆઈ સર્ટિફિકેટ મળ્યું. ચાલો આપણે તમને વિશ્વની આ સૌથી તીખી મરચી વિશે જણાવીએ.


વર્લ્ડ રેકોર્ડમાં આવ્યું છે નામ
ભૂત જોલકીયા વિશ્વની સૌથી તીખી મરચી છે. મેક્સિકોની રેડ સેવીના થી પણ બે ગણી તીખી તો કેયાનીન મિર્ચ કે જેને હાબૈનેરો મિર્ચ તરીકે પણ જાણવામાં આવે છે તેના કરતાં પણ ત્રણ ગણી તીખી છે. ભૂત જોકળિયાને ઘોસ્ટ પેપર (ghost pepper) તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2007 માં, આ મરચાને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. આ મરચી તે સમયે ટોબેસ્કો સોસ કરતા 400 ગણી વધારે તીખી હતી. આ મરચાંની શોધ કરનાર ડો. પોલ બોસ્લેન્ડના મતે, આ મરચાની યોગ્ય માત્રા ખૂબ જ ટૂંકા સમયમાં કોઈને પણ મારી શકે છે. આ મરચાનું બાયોલોજિકલ નામ કેપ્સિકમ ચિનેન્સ છે.

king chilli raja mirch from nagaland exported to london for the first time know all about this hottest pepper

Ghost pepper

વર્ષ 2008 માં GI Tag મળ્યો
આ ખાસ મરચાંની ખેતી માત્ર નાગાલેન્ડમાં થાય છે. નાગાલેન્ડ સરકારે આ મરચા માટે વર્ષ 2008 માં GI ટેગ એટલે કે ભૌગોલિક સૂચકાંક મેળવ્યો (Geographical Index). આસામમાં તેજપુર અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમનો વિસ્તાર ભૂત જોલોકિયાના વાવેતર માટે પ્રખ્યાત છે. એકવાર આ મરચાની ખેતી ગ્વાલિયરમાં થતી હતી પણ તે મસાલેદાર નહોતી. અતિશય વરસાદમાં ભૂત જોલોકિયાનો પાક બગડે છે, વરસાદ ન પડે તો પણ સુકાઈ જાય છે. પાક્યા પછી, ભૂત જોલોકિયાનું કદ 6 થી 8 સે.મી. જેટલું થાય છે. ઘણીવાર તેનો રંગ લાલ હોય છે, પરંતુ કેટલીકવાર નારંગી અને ચોકલેટનો રંગ પણ જોવા મળે છે.

મરચાંથી બન્યું હથિયાર
એવું નથી કે ભૂત જોલોકિયા મરચું ફક્ત રસોઈમાં સ્વાદ વધારે છે. આ મરચાંનો ઉપયોગ હથિયાર તરીકે પણ થાય છે. તે નાગા વ્યંજનનો આવશ્યક ભાગ છે. તેનો ઉપયોગ ચટણી અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે થાય છે. નાગા રેસીપીમાં, પોર્ક, સૂકી માછલીમાંથી બનાવેલ વાનગીઓ આ મરચા વગર અધૂરી છે.


વર્ષ 2009માં, સંરક્ષણ સંશોધન ડિઝાઇન સંગઠન (DRDO) એ હેન્ડ ગ્રેનેડમાં ભૂત જોલોકિયાના ઉપયોગ અંગે વિચારણા કરી હતી. આ મરચાથી પ્રેરાઇને, તેજપુર ખાતે ડીઆરડીઓની લેબમાં મરચાંના ગ્રેનેડ અથવા મરચાનો બોમ્બ બનાવવામાં આવ્યો. તે જ સમયે, વર્ષ 2016 માં, પેલેટ ગનના ઉપયોગ માટેના પ્રસ્તાવ પર પણ વિચારણા કરવામાં આવ્યો હતો, જેથી ઉગ્રવાદીઓને તાત્કાલિક વિખેરી શકાય.

આ પણ વાંચો: Himachal Rains Update: 24 કલાકમાં ભારે વરસાદને લઈ 14 લોકોના મોત 90 ટકા રસ્તા બંધ, CM જયરામે હાઈએલર્ટ પર રેહવાના આદેશ આપ્યા

આ પણ વાંચો: Surat : સુરત મહાનગરપાલિકાને સાઇકલિંગના પ્રોજેક્ટ માટે મળ્યું 1 કરોડનું ઇનામ

 

Click on your DTH Provider to Add TV9 Gujarati