જુઓ Video, સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આરોપીઓએ રિવોલ્વરો સાથે બનાવ્યો વીડિયો

સિદ્ધુ મુસેવાલાની (Sidhu Musewala) હત્યાના આરોપીઓનો વીડિયો વાયરલ થયો છે. જેમા સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલા 5 આરોપીઓનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ બધા એક કારમાં છે અને બધાના હાથમાં રહેલી રિવોલ્વર દર્શાવી રહ્યાં છે.

જુઓ Video, સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આરોપીઓએ રિવોલ્વરો સાથે બનાવ્યો વીડિયો
Accused of Sidhu Musewala murder
Image Credit source: ANI
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 05, 2022 | 8:51 AM

Sidhu Musewala murder case : પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની (Sidhu Musewala) હત્યા સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુસેવાલા હત્યાના આરોપી અંકિત સિરસા, પ્રિયવ્રત, કપિલ, સચિન ભિવાની અને દીપક કારમાં ક્યાક જઈ રહ્યાં છે. આ તમામે તમામ ખુશ થઈને રિવોલ્વર લહેરાવતા જોવા મળે છે. વીડિયોમાં દરેકના હાથમાં રિવોલ્વર જોઈ શકાય છે. કારમાં અનેક રિવોલ્વર અને પિસ્તોલ જોઈ શકાય છે.

આ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુસેવાલાની હત્યાના સંબંધમાં વધુ બે લોકોની ધરપકડ કરી હતી. આમાં તે શૂટરનો પણ સમાવેશ થાય છે જેણે કથિત રીતે મુસેવાલાને નજીકથી ગોળી ધરબી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે રવિવારે રાત્રે અંકિત અને સચિન ભિવાનીની ધરપકડ કરી હતી. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર બંને ગેંગના વોન્ટેડ ગુનેગારો છે. અંકિત પંજાબી ગાયકની હત્યામાં સામેલ શૂટર્સમાંથી એક છે, જ્યારે ભિવાનીએ આ શૂટર્સને આશ્રય આપ્યો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હરિયાણાનો રહેવાસી ભિવાની રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ જુએ છે. તે રાજસ્થાનના ચુરુમાં અન્ય એક કેસમાં પણ વોન્ટેડ છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત અને ભિવાની પાસેથી 9 એમએમની પિસ્તોલ અને તેના 10 જીવતા કારતૂસ, એક 30 એમએમની પિસ્તોલ અને તેના નવ કારતૂસ, પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ, બે મોબાઈલ ફોન, એક ડોંગલ અને એક સિમ કાર્ડ મળી આવ્યા છે.

ગયા મહિને, મૂસેવાલાની હત્યાના સંબંધમાં સ્પેશિયલ સેલ દ્વારા બે શૂટર્સ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ હરિયાણાના સોનીપત જિલ્લાના રહેવાસી પ્રિયવ્રત ઉર્ફે ફૌજી, ઝજ્જર જિલ્લાના રહેવાસી કશિશ અને પંજાબના ભટિંડાના રહેવાસી કેશવ કુમાર તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati