SFI કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ, અધિકારીઓ સાથે થઈ મારપીટ, પોલીસે 8ની કરી ધરપકડ

કેરળમાં વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના (Rahul Gandhi) કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી છે. ભારતીય યુવા કોંગ્રેસે એક ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી છે.

SFI કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ, અધિકારીઓ સાથે થઈ મારપીટ, પોલીસે 8ની કરી ધરપકડ
કેરળમાં રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 7:46 PM

કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના (Rahul Gandhi) કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલયમાં આ તોડફોડ ‘સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ના (Student Federation of India) કાર્યકરો દ્વારા કરવામાં આવી છે. ભારતીય યૂથ કોંગ્રેસે એક ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે SFIનો ઝંડો પકડેલા ગુંડાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. યુથ કોંગ્રેસનો દાવો છે કે એસએફઆઈએ ઓફિસના કેટલાક કર્મચારીઓ સાથે પણ મારપીટ કરી હતી, જેના કારણે તેમને ઘણી ઈજાઓ થઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે SFI કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટના તમામ વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યાને પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ ઝોન બનાવવાના નિર્ણયથી નારાજ હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે કેરળના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ પર નારાજગી વ્યક્ત કરતા રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં ખેડૂતો છેલ્લા બે અઠવાડિયાથી હડતાલ સહિત વિવિધ રીતે વિરોધ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંરક્ષિત જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોની એક કિલોમીટરની ત્રિજ્યાથી માનવ વસાહતોને બહાર રાખવા માટે કાયદાકીય પગલાં લેવાની અપીલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેસી વેણુગોપાલે તોડફોડની ઘટના પર આપ્યું આ નિવેદન

તોડફોડની આ ઘટના પર કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું ‘શુક્રવારે લગભગ 3 વાગ્યે SFI કાર્યકર્તાઓએ વાયનાડમાં રાહુલ ગાંધીની ઓફિસમાં બળજબરીથી ઘૂસણખોરી કરી હતી. કાર્યકર્તાઓએ ઓફિસમાં ભારે તોડફોડ કરી અને ત્યાં હાજર સ્ટાફ પર નિર્દયતાથી હુમલો કર્યો. જોકે અમને ખબર નથી કે તેણે આવું શા માટે કર્યું. વેણુગોપાલે વધુમાં કહ્યું કે ‘SFIના લોકો કહે છે કે તેઓ બફર ઝોનના મુદ્દે આંદોલન કરી રહ્યા છે. જોકે, મને ખબર નથી કે આ મામલે રાહુલ ગાંધીની શું ભૂમિકા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો આ મુદ્દે કોઈ પગલું ભરી શકાય છે તો તે ફક્ત કેરળના મુખ્યમંત્રી જ લઈ શકે છે. તે જ સમયે, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વાયનાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલય પર હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">