Kashmir Target Killing : બિન કાશ્મીરી મજૂરો ઉપર ત્રાટક્યા આતંકવાદીઓ, એકનુ મોત

Jammu Kashmir : કાશ્મીર ખીણ વિસ્તારમાં સ્થિતિ વણસી રહી છે. અહીં આતંકવાદીઓનું નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે આતંકવાદી ઘટનાના સમાચાર ન હોય.

Kashmir Target Killing : બિન કાશ્મીરી મજૂરો ઉપર ત્રાટક્યા આતંકવાદીઓ, એકનુ મોત
Terrorist attack in Kashmir (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 6:44 AM

જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓ તેમની નાપાક હરકતોથી બિલકુલ અટકી રહ્યા નથી. ગુરુવારે બડગામ જિલ્લામાં વધુ એક આતંકી હુમલો થયો હતો. અહીંના ચદૂરા વિસ્તારમાં (Chadoora area) આતંકવાદીઓએ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા બે પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓએ બંને કામદારોને ગોળી મારી હતી, જેમાં એકનું મોત થયું છે. જ્યારે અન્ય એક મજૂર ઘાયલ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે કાશ્મીર ખીણ વિસ્તારમાં સ્થિતિ વણસી રહી છે. અહીં આતંકવાદીઓનું નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે આતંકવાદી ઘટનાના સમાચાર ન હોય. કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકવાદીઓ આઝાદીથી ફરી રહ્યા છે.

જણાવી દઈએ કે 1 મેથી કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગના (Kashmir Target Killing) 8 કેસ નોંધાયા છે. જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લાના એક શિક્ષકની 31 મેના રોજ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. 18 મેના રોજ, આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક દારૂની દુકાનમાં ઘૂસી ગયા હતા અને ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં જમ્મુના રહેવાસીનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કાશ્મીર ખીણમાં, પોલીસ કર્મચારી સૈફુલ્લાહ કાદરીને 24 મેના રોજ શ્રીનગરમાં તેમના નિવાસસ્થાનની સામે આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે આ ઘટનાના બે દિવસ બાદ, ટીવી અભિનેત્રી અમરીન ભટની બડગામમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરામાં તેમની ઓફિસમાં ઘૂસીને 12 મેના રોજ રાહુલ ભટની પણ આતંકીઓએ હત્યા કરી હતી.

અમિત શાહે NSA ડોભાલ અને RAW ચીફને આપી સુચના

ગુરુવારે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી હિંદુ એવા બેંક કર્મચારીની હત્યાના કલાકો પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક બેઠક બોલાવી હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિત ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં RAW ચીફ પણ સામેલ હતા.

ગૃહમંત્રી અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ખીણમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગ કર્યા પછી 15 દિવસથી ઓછા સમયમાં આ બીજી આવી બેઠક હશે. છેલ્લી બેઠકમાં, ગૃહ પ્રધાને સક્રિય અને સંકલિત આતંકવાદ વિરોધી કામગીરીની હિમાયત કરી હતી. સુરક્ષા દળોને સરહદ પારથી ઘૂસણખોરીની કોઈ ઘટના ન બને તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું હતું અને કેન્દ્રશાસિત પ્રદેશને આતંકવાદનો સફાયો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">