Karnataka: લિંગાયત મઠના મહંતની બળાત્કારના આરોપમાં ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

કર્ણાટક પોલીસે શ્રી મુરુગ મઠના મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુઘ શરણારુની બે સગીર છોકરીઓના કથિત જાતીય શોષણના આરોપમાં ધરપકડ કરી છે. જિલ્લા સેશન્સ કોર્ટે મુરુઘા મઠના મુખ્ય પૂજારીની આગોતરા જામીન અરજીને 1 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી.

Karnataka: લિંગાયત મઠના મહંતની બળાત્કારના આરોપમાં ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Shivamurthy Murugh Sharanaru ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 7:37 AM

કર્ણાટકના (Karnataka) લિંગાયત મઠમાં સગીર છોકરીઓ સાથે બળાત્કારના આરોપી મહંત શિવમૂર્તિ મુરુઘ શરણારુની (Shivamurthy Murugh Sharanaru) પોલીસે ધરપકડ કરી છે. જે બાદ મેજિસ્ટ્રેટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આરોપીને ચિત્રદુર્ગ જિલ્લા જેલમાં લાવવામાં આવ્યો છે, કોર્ટ ખુલ્યા બાદ પોલીસ આજે તેના રિમાન્ડની માંગણી કરશે. આ પહેલા આરોપીની જામીન અરજી પર સુનાવણી ગુરુવાર પર મુલતવી રાખવામાં આવી હતી. શિવમૂર્તિ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે કર્ણાટક રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું છે.

મહંતની ધરપકડને લઈને રાજકારણ ગરમાયું

સરકાર આરોપીઓ પ્રત્યે નરમ વલણ દાખવવાનો આરોપ લગાવીને વિપક્ષ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. દરમિયાન વકીલોના એક જૂથે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને જણાવ્યું છે કે આરોપીઓ સામે નિષ્પક્ષ તપાસ થઈ રહી નથી. હજુ સુધી તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નથી. આ બાબતો દર્શાવે છે કે તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. આ કેસમાં મહંત સહિત પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

આ મામલે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે આરોપીને નિયત પ્રક્રિયા મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે પ્રક્રિયા અનુસાર મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. મંગળવારે, ચિત્રદુર્ગની જિલ્લા સત્ર અદાલતે મુરુગા મઠના મુખ્ય પૂજારીની આગોતરા જામીન અરજીને 1 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રાહુલ ગાંધીએ પણ લીધી હતી મઠની મુલાકાત

તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ ડીકે શિવકુમાર અને કેસી વેણુગોપાલ સાથે ચિત્રદુર્ગમાં મુરુગા મઠની મુલાકાત લીધી હતી. મુરુગા મઠને પ્રભાવશાળી સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં નિયમિત મુલાકાત લેનારા રાજકારણીઓની લાંબી યાદી છે. મહંતે રાહુલ ગાંધીને ‘લિંગાદીક્ષા’ પણ આપી હતી, લિંગાદીક્ષા એ એક ધાર્મિક વિધિ છે, જેમાં વ્યક્તિને લિંગાયત સંપ્રદાયમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">