Karnataka: ત્રીજી લહેરના જોખમને પગલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જાણો સમગ્ર અહેવાલ

કર્ણાટક સરકારે શનિવારે રાજ્યમાં કોવિડ -19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્વનો આદેશ આપ્યો છે, જેમાં ફક્ત ઈમરજન્સી દર્દીઓ જ આગામી બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ થઈ શકશે.

Karnataka: ત્રીજી લહેરના જોખમને પગલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જાણો સમગ્ર અહેવાલ
Karnataka govt. important decision regarding the hospital (File Photo)l
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 5:39 PM

Karnataka: કર્ણાટક સરકારે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિને (Covid 19) ધ્યાનમાં રાખીને એક નવો આદેશ જાહેર કર્યો છે, જેમાં આગામી બે અઠવાડિયા સુધી માત્ર ગંભીર બીમારીવાળા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ થવા જણાવવામાં આવ્યુ છે. સરકારે હળવી બીમારી ધરાવતા અન્ય તમામ દર્દીઓને હોસ્પિટલોમાં (Hospital)  ન જવાની અપીલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલોએ ભીડને રોકવા અને કોવિડ -19 ના સંક્રમણને રોકવા માટે પગલાં લેવાની જરૂર છે.

રાજ્યમાં કોરોનાની તેજ રફ્તાર

તમને જણાવી દઈએ કે શનિવારે કર્ણાટકમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32,793 નવા કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. આ સાત મૃત્યુમાંથી પાંચ બેંગલુરુ અર્બન અને એક-એક ચિક્કાબલ્લાપુરા અને મૈસુરના છે.

નવા કેસ સાથે હાલ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 31,86,040 પર પહોંચી ગઈ છે. ઉપરાંત અત્યાર સુધીમાં 38,418 લોકોના મોત થયા છે. કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચકતા હાલ રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રાજ્યમાં આવશ્યક દવાઓમાં પણ ઘટાડો થયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોરોના પ્રકોપનો સામનો કરી રહેલા કર્ણાટકમાં સારવાર માટેની જરૂરી બે દવાઓ પણ ઘટાડી દેવામાં આવી છે. કર્ણાટક પાસે હાલમાં ડેક્સમેથાસોન અને પોસાકોનાઝોલનો પૂરતો જથ્થો હોવો જોઈએ, પરંતુ રાજ્ય પાસે હાલમાં આ બંને દવાનો માત્ર મર્યાદિત જથ્થો છે. આથી હાલ કોરોનાની ત્રીજી લહેરમાં લોકોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેથી વધુ દવા કે હોસ્પિટલની જરૂર રહેતી નથી.

બેંગલોરમાં પોઝિટીવ રેટ 20 ટકા સુધી પહોંચ્યો

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,69,850 થઈ ગઈ છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકરે જણાવ્યુ હતુ કે રાજ્યમાં પોઝિટીવ રેટ 15 ટકા છે. તેમણે વધુમાં કહ્યું છે કે રાજ્યમાં ત્રીજી લહેર દરમિયાન કોવિડના કેસ 3 દિવસમાં બમણા થઈ ગયા છે. બેંગલોરમાં હાલ પોઝિટીવ રેટ 20 ટકા પર પહોંચી જતા તંત્રની ચિંતા વધી છે.

આ પણ વાંંચો :Corona Update: આ બે શહેરમાં કોરોના પીક પર પહોંચ્યો, વધતા સંક્રમણને પગલે પશ્ચિમ બંગાળમાં કડક પ્રતિબંધો લાગુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">