કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્ર-કેરળના લોકોનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી

કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે.સુધાકરે કહ્યું કે અમારી સરહદ બંને રાજ્યોને મળે છે આથી બંને રાજ્યોમાંથી આવતા લોકો માટે કોરોનાનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે.

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્ર-કેરળના લોકોનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી
કર્ણાટકના આરોગ્યપ્રધાન કે.સુધાકર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 20, 2021 | 3:35 PM

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે મહારાષ્ટ્ર અને કેરળથી આવતા તમામ લોકો માટે કોરોનાનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે.સુધાકરે આ અંગે કહ્યું કે મહારાષ્ટ્ર અને કેરળની સીમા સાથે જોડાયેલા જિલ્લાઓમાં વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. કર્ણાટકના આરોગ્ય મંત્રાલયે રાજ્યના ગૃહપ્રધાન અને આ સંબંધિત જિલ્લાઓના નાયબ કમિશનરોને પત્ર લખ્યો છે.

મહારાષ્ટ્ર-કેરળના લોકો માટે RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી કર્ણાટક સરકારે મહારાષ્ટ્ર અને કેરળથી આવતા તમામ લોકો માટે કોરોનાનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. આ રિપોર્ટ 72 કલાકથી વધુનો જૂનો ન હોવો જોઈએ. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે.સુધાકરે મીડિયાને જણાવ્યું કે કેરળમાં દરરોજ સરેરાશ 4000-5000 કેસ આવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં દરરોજ 5000-6000 કેસ આવી રહ્યા છે. અમારી સરહદ બંને રાજ્યોને મળે છે તેથી અમે મહારાષ્ટ્ર અને કેરળથી આવનાર લોકો માટે આ નિર્ણય લીધો છે. આ બે રાજ્યોથી આવતા લોકો કોરોનાનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ન બતાવે ત્યાં સુધી કર્ણાટકમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મહારાષ્ટ્ર અને કેરળમાં વધી રહ્યા છે કોરોના કેસ દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના કેસ વધી રહ્યા છે મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કોરોના વધતા જતા કેસો વચ્ચે વિવિધ દેશોમાંથી આવતા નવા કોરોના સટ્રેનનો ભય પણ વધી રહ્યો છે.પ્રથમ સપ્તાહની તુલનામાં મહારાષ્ટ્રમાં કુલ કેસોમાં 73% નો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સાત દિવસના કેસની સંખ્યા સરેરાશ 4,437 રહી છે, જે ગયા અઠવાડિયે 2,564 હતી. મહારાષ્ટ્ર સાથે કેરળમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કેરળમાં આ અઠવાડિયે સરેરાશ 4,500 થી વધુ કેસ નોંધાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">