Kanpur IT Raid: કાનપુરના પરફ્યુમ વેપારીના ઘરેથી IT વિભાગને 175 કરોડ રોકડા મળ્યા, પીયૂષ જૈન ગાયબ

માહિતી અનુસાર, આવકવેરા વિભાગે ત્યાંથી વસૂલ કરાયેલા નાણાંને 80 બોક્સ દ્વારા મોકલ્યા હતા અને આનંદપુરીના આવાસમાંથી મળી આવેલી નોટોની ગણતરી માટે સ્ટેટ બેંકની ટ્રાન્સપોર્ટ નગર અને માલરોડ શાખામાંથી 13 મશીનો મંગાવવામાં આવ્યા હતા.

Kanpur IT Raid: કાનપુરના પરફ્યુમ વેપારીના ઘરેથી IT વિભાગને 175 કરોડ રોકડા મળ્યા, પીયૂષ જૈન ગાયબ
Cash found at Piyush Jain's house
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:24 AM

Kanpur IT Raid: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ના કાનપુર અને કન્નૌજના પરફ્યુમના મોટા વેપારી(Perfume Businessman) ઓમાંથી એક પીયૂષ જૈન(Piyush Jain)ના ઘરેથી આવકવેરા વિભાગને ઘણો ખજાનો મળ્યો છે. ડીજીઆઈ (જીએસટી ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલ) ની ટીમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બિઝનેસમેનના ઘરેથી 175 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તપાસ હજુ ચાલુ છે. કારણ કે આવકવેરા વિભાગને ઘણા દસ્તાવેજો મળ્યા છે. જે બાદ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ટીમોએ પીયુષ જૈનના પુત્રો પ્રત્યુષ અને પ્રિયાંશ જૈનને કસ્ટડીમાં લીધા છે અને તેઓ કન્નૌજ ગયા છે, જ્યાં શુક્રવારે ઘરની તપાસ કરવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે પીયૂષ જૈન ગુમ છે. આવકવેરા વિભાગનો દાવો છે કે યુપીમાં જીએસટીના દરોડામાં આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી છે અને શિખર પાન મસાલા ગ્રુપ પર દરોડા બાદ આ રકમ મળી આવી છે. તે જ સમયે, આવકવેરા વિભાગનો દાવો છે કે પીયૂષ જૈન વિશેની માહિતી ત્યાં દરોડા પછી મળી હતી અને તે પછી મામલાની તપાસ કરવામાં આવી હતી અને તેમાં 175 કરોડની રોકડ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ GST ઈન્ટેલિજન્સ વિંગની પિયુષ જૈનના ઘરે કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. 

પીયૂષની શોધમાં ટીમો દરોડા પાડી રહી છે પરંતુ કાનપુર, કન્નૌજ અને મુંબઈમાં તેનું લોકેશન મળ્યું નથી. જ્યારે બંને પુત્રો પ્રત્યુષ અને પ્રિયાંશ જૈનને કાનપુરના આનંદપુરીમાં જૈનના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આવકવેરા વિભાગ દ્વારા બંને પુત્રોને કન્નૌજ સ્થિત ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં રોકડ, સંપત્તિ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. 

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નોટો ગણવા માટે 13 મશીનો મંગાવવામાં આવ્યા હતા

માહિતી અનુસાર, આવકવેરા વિભાગે ત્યાંથી વસૂલ કરાયેલા નાણાંને 80 બોક્સ દ્વારા મોકલ્યા હતા અને આનંદપુરીના આવાસમાંથી મળી આવેલી નોટોની ગણતરી માટે સ્ટેટ બેંકની ટ્રાન્સપોર્ટ નગર અને માલરોડ શાખામાંથી 13 મશીનો મંગાવવામાં આવ્યા હતા. આ રકમ ભરવા માટે 80 બોક્સને ઓર્ડર આપવામાં આવ્યો છે, જ્યારે એક કન્ટેનરમાં આ રકમ પોલીસ અને પીએસીની કડક સુરક્ષા હેઠળ સ્ટેટ બેંકની મોલ રોડ શાખામાં મોકલવામાં આવી હતી. 

ટ્રાન્સપોર્ટરના ઘરેથી રૂ. 1.1 કરોડ મળી આવ્યા

આવકવેરા વિભાગ સતત તપાસ કરી રહ્યું છે અને પીયૂષ જૈનના ઘરેથી મળેલી કડીઓના આધારે સ્કેનર હેઠળ આવેલા ગણપતિ રોડ કેરિયર્સના માલિક પ્રવીણ જૈનના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાંથી આવકવેરા વિભાગને 1.10 કરોડની રોકડ મળી છે. સર્વોદય નગર સ્થિત DGI ઓફિસમાં 12 કલાક સુધી પ્રવીણ જૈનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પ્રવીણના કહેવા પ્રમાણે તે પીયૂષ જૈનનો નજીકનો સંબંધી છે. 

કન્નૌજમાં પરફ્યુમના અન્ય વેપારી પર IT વિભાગે દરોડા પાડ્યા

છે પિયુષ જૈન ઉપરાંત આવકવેરા વિભાગના GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલની ટીમે શુક્રવારે કન્નૌજના હોલી મોહલ્લામાં રહેતા સંદીપ મિશ્રાની પેઢી પર પણ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ કાનપુર સ્થિત રાવતપુર સ્થિત સંદીપની ફર્મ પર પણ તપાસ કરવામાં આવી હતી અને સંદીપ મિશ્રા વિશે માહિતી મળી છે કે તે પાન મસાલા અને નમકીન બનાવતી કંપનીને પરફ્યુમ કમ્પાઉન્ડ સપ્લાય કરે છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">