જ્યોતિરાદિત્ય સિંધિયાએ મમતા પર સાધ્યું નિશાન, કહ્યું- કેન્દ્ર કોલકાતામાં બીજું એરપોર્ટ બનાવવા માંગે છે પરંતુ રાજ્ય સરકાર નથી આપી રહી જમીન

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ (NSCBI) એરપોર્ટ તેની ક્ષમતા પર પહોંચી ગયું છે, તેથી તેઓ બીજા એરપોર્ટની સ્થાપનાના હેતુ માટે મુખ્યમંત્રી સાથે વાત કરવા માંગે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ મમતા પર સાધ્યું નિશાન, કહ્યું- કેન્દ્ર કોલકાતામાં બીજું એરપોર્ટ બનાવવા માંગે છે પરંતુ રાજ્ય સરકાર નથી આપી રહી જમીન
Union Minister Jyotiraditya Scindia (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 11:54 PM

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Jyotiraditya Scindia) કહ્યું કે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ (West Bengal)  માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એક પ્લાન તૈયાર કર્યો છે, જેમાં કોલકાતા (Kolkata) માટે બીજા એરપોર્ટના નિર્માણનો સમાવેશ થાય છે, પરંતુ મમતા બેનર્જી સરકાર હજુ સુધી જમીન ઉપલબ્ધ કરાવી શકી નથી. સિંધિયાએ દાવો કર્યો કે તેઓ છ મહિનાથી મુખ્યમંત્રી સાથે વાતચીતની માગ કરી રહ્યા છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. મંત્રીએ કહ્યું કે કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ (એનએસસીબીઆઈ) એરપોર્ટ તેની ક્ષમતા સુધી પહોંચી ગયું હોવાથી, તેઓ બીજા એરપોર્ટની સ્થાપનાના હેતુ માટે મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માંગે છે.

કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિંધિયાએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે કોલકાતામાં નવું એરપોર્ટ બને, હાલનું એરપોર્ટ ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે અને તે તેની મહત્તમ ક્ષમતા સુધી પહોંચી ગયું છે. નવી જગ્યા માટે પત્રો અને વિચારોની આપ-લે થઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તેમણે કહ્યું કે હાલના NSCBI એરપોર્ટ માટે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 300 કરોડના ખર્ચે નવો ટેકનિકલ બ્લોક કમ કંટ્રોલ ટાવર બનાવવામાં આવશે અને 265 કરોડના ખર્ચે નવો ટેક્સીવે બનાવવામાં આવી રહ્યો છે.

મંત્રીએ કહ્યું કે મેટ્રો રેલવેને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ સાથે જોડવા માટે 110 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે કોલકાતામાં મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે બે લાખ ચોરસ મીટરનું નવું એરપોર્ટ બનાવવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે વર્તમાન એરપોર્ટની ક્ષમતા 2.5 કરોડ લોકોની છે, જ્યારે નવા એરપોર્ટની ક્ષમતા 3.5 કરોડ લોકોની હોવી જોઈએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દાદરા નગર હવેલી અને દમણ દીવે જેટ ફ્યુઅલ પર ટેક્સ ઘટાડ્યો

દાદરા નગર હવેલી અને દમણ દીવના કેન્દ્રશાસિત પ્રદેશોએ એરક્રાફ્ટ ફ્યુઅલ પર વેલ્યુ એડેડ ટેક્સ 20 ટકાથી ઘટાડીને ત્રણ ટકા કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રશાસિત પ્રદેશના આ પગલાને ‘પ્રગતિશીલ નિર્ણય’ ગણાવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર વસૂલાતો વેટ ઘટાડવા વિનંતી કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે એટીએફ એટલે કે જેટ ઈંધણની કિંમતો એરલાઈન્સની ઓપરેટિંગ કોસ્ટનો મુખ્ય ભાગ છે.

આ પણ વાંચો :  સરકાર વૈશ્વિક ઘટનાઓને કારણે ઉભી થનારી કોઈ પણ સ્થિતી માટે તૈયાર, કોર્પોરેટ રિકવરીનો લાભ લો: નાણામંત્રી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">