Jio, Airtel અને Vi એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5G ડેમો બતાવ્યા, PM એ WEB 3.0 ચશ્મા પહેર્યા

5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે અને તે માત્ર ઈન્ટરનેટ સ્પીડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઓટોમેશનને પણ નવા તબક્કામાં લઈ જશે. ભારતીય ટેલિકોમ ઉદ્યોગના બે મોટા દિગ્ગજોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષે તેમની 5G સેવા શરૂ કરશે.

Jio, Airtel અને Vi એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5G ડેમો બતાવ્યા, PM એ WEB 3.0 ચશ્મા પહેર્યા
Modi Launch 5G in India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 11:27 AM

Jio એ 5G નો ડેમો શરૂ કર્યો છે અને જણાવ્યું છે કે કેવી રીતે ઓગમેન્ટેડ રિયાલિટી કામ કરશે. જેમાં વડાપ્રધાને(PM Narendra Modi) રિયાલિટી હેન્ડસેટ પહેર્યું હતું અને મુકેશ અંબાણીના પુત્રએ તેમને આ ટેક્નોલોજી વિશે જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે Jio, Airtel અને Vi મળીને વડાપ્રધાનને 5G  (5G Services )ટેક્નોલોજીના નવા આયામો વિશે જણાવી રહ્યા છે. વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર છે.

5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે અને તે માત્ર ઈન્ટરનેટ સ્પીડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઓટોમેશનને પણ નવા તબક્કામાં લઈ જશે. ભારતીય ટેલિકોમ ઉદ્યોગના બે મોટા દિગ્ગજોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષે તેમની 5G સેવા શરૂ કરશે. આ ટેક્નોલોજી મુખ્યત્વે બે મોડ પર આધારિત હશે, જે સ્ટેન્ડઅલોન અને નોન-સ્ટેન્ડઅલોન છે.

PM મોદીને આપવામાં આવેલા ડેમોમાં વોડાફોન દ્વારા કહેવામાં આવ્યું હતું કે 5G સેવાથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય અને સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર પણ નહીં થાય.

Web 3.0 શું છે ? 

Web 3 ને તમે નેકસ્ટ જનરેશન ઈન્ટરનેટ માની શકો છો. 2014 માં Web 3 ની ચર્ચા શરૂ થઈ. હકીકતમાં ઈથીરિયમને કો-ફાઉન્ટર ગેવિન વૂડએ 2014 માં Web 3 નો કનસેપ્ટ રાખ્યો. Web 3 માં એ બધું હશે જે હાલ તમે યુઝ કરી રહ્યા છો પરંતુ આ બધુ બ્લોકચેન આધારિત હશે.

એક ઉદાહરણ લઈ સમજીએ, કલ્પના કરો કે જો ગૂગલ કામ કરવાનું બંધ કરી દે તો તમે શું કરશો ? જોકે ગૂગલ એક પ્રાઈવેટ કંપની છે અને ગૂગલ તેની સર્વિસમાં સમસ્યા આવે અથવા ડાઉન થઈ જાય. ગૂગલ હેક થઈ જાય તો પણ સર્વિસ ડાઉન થશે. પરંતુ Web 3 માં એવું નહીં હોય કારણ કે Web 3 નો કન્સેપ્ટ ઈન્ટરનેટને ડીસેન્ટ્રલાઈઝ કરવાનો છે જેવી રીતે ક્રિપ્ટોકરન્સી છે. ત્યારે વેબ 3 બ્લોકચેન પર આધારિત હશે.

Web 3.0 આવવાથી શું બદલશે ?

Web 3.0 આવવાથી તમારી પાસે વધુ પાવર હશે, તમારૂ કન્ટેન્ટ તમારૂ જ હશે અને તેના બદલે તમને ટોકન મળશે. જેમાં તમે તમારૂ કન્ટેન્ટ ગમે તે પ્લેટફોર્મ પર પોસ્ટ કરો. તે કન્ટેન્ટ પર રાઈટ તમારી પાસે રહેશે જ્યારે હાલ એવું નથી.

ઉદાહરણ તરીકે તમે ફેસબુક અથવા યૂટ્યૂબ પર કોઈ કન્ટેન્ટ શેર કર્યું તો એક રીતે તે તેમનું થઈ જાય છે અને તેઓ તમારા કન્ટેન્ટને પોતાની રીતે ઉપયોગ કરી શકે છે. Web 3.0 માં એવું નહીં હોય. અહીં કોઈ કંપની એવું નક્કી નહીં કરી શકે કે તમારૂ કન્ટેન્ટ હટાવામાં આવશે કે રાખવામાં આવશે. ઘણી વખત સોશિયલ મીડિયા પર તમારા કન્ટેન્ટ હટાવામાં આવતા હોય છે અથવા એવું પણ બનતું હોય છે કે કોઈ કન્ટેન્ટ પોસ્ટ જ ન કરી શકો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">