Jewar airport : PM મોદી 25મીએ જેવર એરપોર્ટનો કરશે શિલાન્યાસ, CM યોગી આજે તૈયારીઓનું કરશે નિરીક્ષણ

Noida international airport : યુપી સરકારનું કહેવું છે કે જેવરમાં બનનાર આ એરપોર્ટ ઉતર પ્રદેશ રાજ્યનું પાંચમું ઈન્ટરનેશનલ એરપોર્ટ હશે. રાજ્યમાં 2012 સુધી માત્ર બે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતા, પહેલુ લખનૌ અને બીજુ વારાણસી એરપોર્ટ જ હતુ.

Jewar airport : PM મોદી 25મીએ જેવર એરપોર્ટનો કરશે શિલાન્યાસ, CM યોગી આજે તૈયારીઓનું કરશે નિરીક્ષણ
Jewar airport (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:56 AM

ઉતર પ્રદેશ રાજ્યના પાંચમા ઈન્ટરનેશનલ એરપોર્ટ (International Airport) તરીકે વિકસાવવામાં આવનાર જેવર એરપોર્ટનો (Jewar airport )શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આગામી 25 નવેમ્બરે કરવાના છે, આ સંદર્ભે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)આજે મંગળવારે સાજે જેવર પહોંચવાના છે. જ્યા તેઓ એરપોર્ટના શિલાન્યાસ માટે ચાલી રહેલી તૈયારીઓ અંગેની માહિતી મેળવશે. ગૌતમ બુદ્ધ નગરના જેવરમાં બનવા જઈ રહેલુ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ યોગી આદિત્યનાથ સરકારના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનું એક છે.

કાર્યક્રમમા 3 લાખ લોકો એકત્ર થવાની શક્યતા અધિકારીઓનું કહેવું છે કે એરપોર્ટના શિલાન્યાસ સમારોહમાં લગભગ ત્રણ લાખ લોકો આવવાની અપેક્ષા છે. આ કાર્યને ધ્યાનમાં રાખીને, રોહી ગામમાં ચાર હેલિપેડ, નવ પાર્કિંગની જગ્યા, 30 દરવાજા અને પ્રદર્શન અને VIP લોન્જ બનાવવામાં આવ્યા છે. YIDAના CEO એ રવિવારે જણાવ્યું, “મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 નવેમ્બરના રોજ શિલાન્યાસ કાર્યક્રમની સમીક્ષા કરવા રોહી ગામની મુલાકાત લેશે. તે તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે. અમારી તૈયારીઓ આ કાર્યક્રમને ભવ્ય દેખાવ આપવા માટે છે. અહીં લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

જેવર યુપીનું 5મું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે ઉતરપ્રદેશ સરકારનું કહેવું છે કે જેવરમાં બનનાર આ એરપોર્ટ રાજ્યનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. રાજ્યમાં 2012 સુધી માત્ર બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતા, પહેલુ લખનૌ અને પછી બીજુ વારાણસી આવે છે. કુશીનગર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 20 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કર્યા પછી શરૂ થયું હતું, જ્યારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કામ ચાલી રહ્યું છે જ્યાં આગામી વર્ષની શરૂઆતમાં હવાઈ સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

એરપોર્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ થશે હાલમાં ઉત્તર પ્રદેશમાં આઠ ઓપરેશનલ એરપોર્ટ છે, જ્યારે 13 એરપોર્ટ અને સાત એરસ્ટ્રીપ્સ વિકસાવવામાં આવી રહી છે. રાજ્યમાં કોમર્શિયલ ફ્લાઈટ્સનું સંચાલન કરતા એરપોર્ટ લખનૌ, વારાણસી, કુશીનગર, ગોરખપુર, આગ્રા, કાનપુર, પ્રયાગરાજ અને હિંડોન (ગાઝિયાબાદ) છે. એકવાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું બાંધકામ પૂર્ણ થઈ જશે તો તે દેશનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. આ એરપોર્ટનો પ્રથમ તબક્કો વાર્ષિક 12 મિલિયન મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવતો હશે અને તે 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

આ પણ વાંચોઃ

Happy Birthday Sajid khan : માત્ર ડિરેક્ટર જ નહીં, સાજિદ ખાન એક્ટર, કોમેડિયન અને ટીવી પ્રેઝન્ટર પણ છે. આવો જાણીએ જાણી-અજાણી વાતો

આ પણ વાંચોઃ

ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય: GU ના વિદ્યાર્થીઓ હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે, જાણો વિગત

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">