Jammu Kashmir: રાજૌરીમાં LOC પાસે વિસ્ફોટમાં બે જવાનો થયા શહીદ, પેટ્રોલિંગ દરમિયાન થયો હતો બ્લાસ્ટ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) નજીક વિસ્ફોટમાં સેનાના બે જવાન શહીદ થયા છે.

Jammu Kashmir: રાજૌરીમાં LOC પાસે વિસ્ફોટમાં બે જવાનો થયા શહીદ, પેટ્રોલિંગ દરમિયાન થયો હતો બ્લાસ્ટ
Lieutenant Rishi Kumar and constable Manjit Singh were martyred in the blast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 10:13 PM

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) નજીક વિસ્ફોટમાં સેનાના બે જવાન શહીદ થયા છે. ભારતીય સેનાએ કહ્યું કે, નૌશેરા સેક્ટરમાં સેનાની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે જ સમયે એલઓસી પાસે એક રહસ્યમય વિસ્ફોટ થયો. વિસ્ફોટને કારણે સેનાનો એક અધિકારી અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યું થયું હતું.

ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, શહીદ લેફ્ટનન્ટ ઋષિ કુમાર અને સિપાહી મનજીત સિંહ બહાદુર હતા અને તેમની સેવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા. તેમણે ફરજ પર રહીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સ (16 કોર્પ્સ)એ ટ્વિટર પર જણાવ્યું હતું કે, “નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન માઈન બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં અન્ય એક જવાન ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે.”

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

બંને જવાનોની તસવીર શેર કરતા 16 કોર્પ્સે લખ્યું, “વ્હાઈટ નાઈટ કોર્પ્સ અને આર્મીના તમામ રેન્ક બહાદુર લેફ્ટનન્ટ ઋષિ કુમાર અને સિપાહી મનજીત સિંહને સલામ કરે છે, જેમણે નિયંત્રણ રેખા પર ડ્યૂટી સમયે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. નૌશેરા સેક્ટર.. સેના તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.” લેફ્ટનન્ટ ઋષિ કુમાર બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી હતા. બીજી તરફ સિપાહી મનજીત સિંહ પંજાબના ભટિંડાના રહેવાસી હતા.

પુંછમાં સર્ચ ઓપરેશનમાં 9 જવાનો શહીદ થયા

અગાઉ, જમ્મુ-કાશ્મીરના બે સરહદી જિલ્લા પૂંછ અને રાજૌરીમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા મોટા સર્ચ ઓપરેશન દરમિયાન 9 જવાન શહીદ થયા હતા. પુંછના સુરનકોટ જંગલમાં ઓપરેશનના પહેલા દિવસે સેનાના પાંચ જવાન શહીદ થયા હતા જ્યારે 14 ઓક્ટોબરના રોજ મેંધરના ભટ્ટી ડેરિયન વિસ્તારમાં ચાર અન્ય જવાનો શહીદ થયા હતા.

તાજેતરમાં કાશ્મીરની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યાઓ રોકવાનો છે. તેમણે કહ્યું કે, આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં કોઈને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ મહિને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 11 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: IBPS RRB Result 2021: ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટનું પ્રોવિઝનલ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચકાસો

આ પણ વાંચો: UPSC Prelims Result 2021: સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરિક્ષાના પરિણામો થયા જાહેર, સીધી લિંક દ્વારા કરો ચેક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">