Jammu-Kashmir: કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર કર્યા, અનંતનાગમાં એન્કાઉન્ટર એક્શનમાં

ઘાટીમાં આતંકવાદીઓ તેમના નાપાક ષડયંત્રને અંજામ આપતા સુરક્ષા દળોને સતત નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે.

Jammu-Kashmir: કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર કર્યા, અનંતનાગમાં એન્કાઉન્ટર એક્શનમાં
Encounter between security forces and terrorists in Kulgam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:10 AM

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી ચારની ઓળખ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે 6 આતંકીઓમાંથી 2 પાકિસ્તાનના હતા. જ્યારે 2 સ્થાનિક આતંકવાદીઓ હતા. આ સિવાય અન્ય 2ની ઓળખ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે બુધવારે કુલગામ(Kulgam)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ વખતે એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં થયું હતું. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. 

જેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થાય છે. તે જ સમયે, સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બુધવારે કુલગામના મિરહામા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. 

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

વાસ્તવમાં, ઘાટીમાં આતંકવાદીઓ તેમના નાપાક ષડયંત્રને અંજામ આપતા સતત સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે. આ પહેલા બુધવારે અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળોના જવાનો ઘટનાસ્થળે આતંકીઓના ગોળીબારનો જવાબ આપી રહ્યા છે. 

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે હાલમાં કાશ્મીરના બે જિલ્લા અનંતનાગ અને કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા છે. ફરારની શોધ હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. 

અનંતનાગમાં ઈસ્લામિક સ્ટેટ જમ્મુ-કાશ્મીરનો એક આતંકવાદી માર્યો ગયો

આ પહેલા શનિવારે અનંતનાગમાં જ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઈસ્લામિક સ્ટેટ જમ્મુ અને કાશ્મીર (ISJK)નો એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IG) વિજય કુમારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શ્રીગુફવારા વિસ્તારના કેકલાનમાં આતંકવાદીને ઠાર માર્યો હતો, જેની ઓળખ અનંતનાગના કાદિપોરાના રહેવાસી ફહીમ ભટ તરીકે થઈ હતી. 

માહિતી આપતા, IGP, કાશ્મીરએ કહ્યું હતું કે, “તે તાજેતરમાં આતંકવાદી સંગઠન ISJKમાં જોડાયો હતો અને PS બિજબેહરામાં તૈનાત ASI મોહમ્મદ અશરફની હત્યામાં સામેલ હતો.” ASI અશરફને ગયા બુધવારે બિજબેહરા હોસ્પિટલની બહાર આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. 

પુલવામામાં, પોલીસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના સહયોગીઓની ધરપકડ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે ગુપ્ત માહિતી મળતાં પુલવામા પોલીસે 44 આરઆર અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 182 બટાલિયન સાથે મળીને આ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા સહયોગીઓ પુલવામામાં જૈશના આતંકવાદીઓને રહેવાની અને અન્ય સુવિધાઓ પૂરી પાડતા હતા અને તેમને હથિયારોની સપ્લાય કરવામાં પણ મદદ કરતા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">