Jammu Kashmir: જમ્મુ એરપોર્ટ પર જોરદાર ધડાકો, પોલીસ સહિત ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે

જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં ધમાકાના અવાજથી અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ બ્લાસ્ટનો અવાજ આવતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 3:45 PM

રવિવારે સવારે જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં ધમાકાના અવાજથી અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ બ્લાસ્ટનો અવાજ આવતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ બ્લાસ્ટ સ્થળ પર પહોંચી હતી. અહેવાલો અનુસાર હાલમાં ફોરેન્સિક ટીમે તેની તપાસ શરૂ કરી છે.

દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે સવારે નરવાલ વિસ્તારમાંથી એક આતંકવાદીની ધરપકડ કરી છે. જેની પાસેથી 5 કિલો IED જપ્ત કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે શ્રીનગરના બર્બર શાહમાં સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં 3 નાગરિકો ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ હુમલામાં એક નાગરિકનું મોત પણ નીપજ્યું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્રાલખુદ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા બર્બર શાહ વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ પર સાંજે 6 વાગ્યાની આસપાસ ગ્રેનેડ ફેંકી દીધો હતો. અહેવાલ અનુસાર અધિકારીએ જણાવ્યું કે ગ્રેનેડ રસ્તાની બાજુમાં ફૂટ્યો હતો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

આ ઉપરાંત દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના હાજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે અન્ય લશ્કર આતંકવાદીએ એન્કાઉન્ટર દરમિયાન આત્મસમર્પણ કર્યું હતું. આતંકવાદી પાસેથી એકે 56 રાયફલ મળી આવી હતી.

 

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાની સુરત મુલાકાત, એરપોર્ટ પર આ નેતાઓએ કર્યું સ્વાગત

આ પણ વાંચો: Banaskantha : અંબાજીમાં પ્રસાદના નામે ચાલતી લૂંટ બંધ થશે, દરેક વેપારીઓએ ભાવપત્રક લગાવવું ફરજિયાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">