Jammu Kashmir: 1990ની માફક જ પ્રિ પ્લાન હત્યાથી સરકાર ચોંકી ઉઠી, અમિત શાહ આવ્યા એકશનમાં, નિષ્ણાતોની ટીમને મોકલી શ્રીનગર

ઈન્ટેલિજન્સ બ્યુરોના સીટી ઓપરેશન્સના વડા તપન ડેકા આજે કાશ્મીર ખીણપ્રદેશમાં આતંકવાદીઓ સામેની લડાઈની વ્યક્તિગત દેખરેખ રાખવા જઈ રહ્યા છે. જ્યારે અન્ય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની ટીમ કાશ્મીરમાં અગાઉથી પહોંચી ચૂકી છે.

Jammu Kashmir: 1990ની માફક જ પ્રિ પ્લાન હત્યાથી સરકાર ચોંકી ઉઠી, અમિત શાહ આવ્યા એકશનમાં, નિષ્ણાતોની ટીમને મોકલી શ્રીનગર
Amit Shah ( file photo)

કાશ્મીરમાં નિર્દોષો અને લઘુમતીઓની હત્યાઓ સામે કડક કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Amit Shah) સ્પષ્ટ માર્ગદર્શિકા બાદ કેન્દ્રએ આતંક વિરોધી નિષ્ણાત ટીમને કાશ્મીરમાં મોકલી છે. આતંકવાદી હુમલામાં સામેલ પાકિસ્તાન સમર્થિત સ્થાનિક મોડ્યુલનો સફાયો કરવા માટે આ ટીમ, કાશ્મીર ખીણમાં સ્થાનિક પોલીસને અને આતંકવાદ વિરોધી નિષ્ણાતોની મદદ કરશે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સમર્થિત આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત ફાર્માસિસ્ટ, શાળાના આચાર્ય, શિક્ષકની ગોળી મારીને હત્યા કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે કાશ્મીર પર પાંચ કલાકથી વધુ લાંબી બેઠક યોજી હતી. અમિત શાહે આતંકીઓને ઠાર મારવા અથવા તો પકડવા માટે કડક સૂચના આપી છે.

ઈન્ટેલિજન્સ બ્યુરોના સીટી ઓપરેશન્સના વડા તપન ડેકા આજે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સામેની લડાઈની વ્યક્તિગત દેખરેખ રાખવા જઈ રહ્યા છે. જ્યારે અન્ય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની કેટલીક ટીમ કાશ્મીરમાં અગાઉથી પહોંચી ચૂકી છે. કાશ્મીર ખીણમાં આતંકી હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રવાસીઓ, કાશ્મીર ખીણમાં આવી રહ્યા છે. પ્રવાસની આ સિઝનમાં કાશ્મીર પ્રદેશની તમામ હોટલો લગભગ 100 ટકા લોકોથી ભરેલી છે અને શ્રીનગર શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે.

આવા હથિયારોથી હત્યા કરાયા
ટોચના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે કાશ્મીરમાં તાજેતરમાં આતંકવાદીઓએ કરેલી હત્યાઓમાં ઉપયોગમાં લેવાતા હથિયારો પિસ્તોલ છે, જે સંભવ છે કે, ડ્રોન દ્વારા સરહદ પારથી ખીણના ઉપલા ભાગમાં મોકલાઈ હોઈ હશે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત સામે મોટી ચિંતા એ છે કે આગામી દિવસોમાં પાકિસ્તાની જેહાદીઓ અફઘાનિસ્તાનથી ખીણમાં અમેરિકન સ્નાઈપર રાઈફલ્સ અને હથિયારો લઈ આવે તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોનો સફાયો કરવાના મૂડમાં છે. ગૃહ પ્રધાન અમિત શાહે સુરક્ષા એજન્સીઓ અને પેરા મિલિટ્રી ફોર્સને હુમલાખોરો સાથે કોઈ પણ વિલંબ વગર ત્વરીત કાર્યવાહી કરવા અને ખીણપ્રદેશમાં સામાન્ય સ્થિતિ લાવવા કહ્યું છે.

આ પણ વાંચોઃ IPL 2021 RCB vs DC Live Streaming: બેંગ્લોર આજે દિલ્હી કેપિટલ્સ સામે કરશે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે

આ પણ વાંચોઃLakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati