જમ્મુ અને કાશ્મીર પ્રશાસને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ હેઠળ જાહેર ઇમારતોના નામ શહીદોના નામ પર રાખવાની મંજૂરી આપી

'આઝાદી કા અમૃત મહોત્સવ' એ ભારત સરકારની પહેલ છે જે પ્રગતિશીલ ભારતના 75 વર્ષની ઉજવણી અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી માટે છે.

જમ્મુ અને કાશ્મીર પ્રશાસને 'આઝાદી કા અમૃત મહોત્સવ' પહેલ હેઠળ જાહેર ઇમારતોના નામ શહીદોના નામ પર રાખવાની મંજૂરી આપી
Azadi Ka Amrit Mahotsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 4:09 PM

જમ્મુ અને કાશ્મીર પ્રશાસને ગુરુવારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની યાદમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે શહીદો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પર જાહેર ઇમારતોનું નામ બદલવાની મંજૂરી આપી હતી. એક પ્રવક્તાએ કહ્યું, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં વહીવટી પરિષદે શાળાઓ, રસ્તાઓ અને ઈમારતોનું નામ શહીદો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પર રાખવાની મંજૂરી આપી હતી. આ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ હેઠળ કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નરના સલાહકારો ફારુક ખાન અને રાજીવ રાય ભટનાગર, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અરુણ કુમાર મહેતા અને લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ નીતિશ્વર કુમાર હાજર હતા. જમ્મુ અને કાશ્મીર સરકારે તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષા અને વિકાસમાં અસાધારણ યોગદાન આપનારા લોકોના સન્માન અને સ્વીકૃતિના ચિહ્ન તરીકે, ઘણી ઇમારતોને એવા લોકોના નામ આપવામાં આવશે જેમણે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપ્યું છે.

આ તહેવાર ભારતના લોકોને સમર્પિત છે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ એ ભારત સરકારની પહેલ છે જે પ્રગતિશીલ ભારતના 75 વર્ષની ઉજવણી અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી માટે છે. આ ઉત્સવ ભારતના લોકોને સમર્પિત છે, જેમણે માત્ર ભારતને તેની વિકાસ યાત્રામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી સાથે તેમની અંદર વડાપ્રધાન મોદીના ભારત 2.0 ને ઉર્જાવાન બનાવવાના વિઝનને સક્ષમ કરવાની શક્તિ અને ક્ષમતા પણ છે. તે આત્મનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ભારતની સામાજિક-સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખ સાથે સંકળાયેલો છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની સત્તાવાર યાત્રા 12 માર્ચ 2021 ના ​​રોજ શરૂ થઈ હતી અને 15 ઓગસ્ટ 2023 ના રોજ સમાપ્ત થશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ પણ વાંચો : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ચંદીગઢમાં DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ સંશોધન લેબોરેટરીની મુલાકાત, આંતરરાષ્ટ્રીય ધોરણે સંરક્ષણ ટેકનોલોજીઓ વિકસાવવા બદલ પ્રશંસા

આ પણ વાંચો : ભારત-બ્રિટન પ્રથમ દ્વિપક્ષીય ત્રિ-સેવા યુદ્ધ અભ્યાસ, સંયુક્ત સમુદ્રી અભિયાન ચલાવવા બંને દેશોની તત્પરતા

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">