Jammu Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, પોલીસ અને સેનાએ મોરચો સંભાળ્યો

પોલીસને માહિતી મળી હતી કે અહીં આતંકવાદીઓ (Terrorists) છુપાયા છે. આ પછી પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Jammu Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, પોલીસ અને સેનાએ મોરચો સંભાળ્યો
Security Forces
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 1:13 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે. પોલીસે કહ્યું છે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં બટકુટની પૂર્વમાં શ્રીચંદ ટોપ (વન વિસ્તાર)માં એન્કાઉન્ટર શરૂ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે અહીં આતંકવાદીઓ (Terrorists) છુપાયા છે. આ પછી પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ પછી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળો તરત જ આતંકવાદીઓના સ્થાન પર પહોંચી ગયા. આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જેવી ટીમ આતંકીઓના ઠેકાણા પર પહોંચી કે તેઓ તેમને જોઈને ડરી ગયા. તેમણે જણાવ્યું કે આતંકીઓએ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી સુરક્ષાદળોની ટીમે પણ જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓ પર ગોળીબાર કર્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં બેથી ચાર આતંકીઓ છુપાયેલા છે.

BSFએ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ટનલ શોધી કાઢી

સીમા સુરક્ષા દળ (BSF) એ ગુરુવારે એક મોટી સફળતા હાંસલ કરી અને આતંકવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો. BSFએ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક સુરંગ શોધી કાઢી હતી. BSFએ દાવો કર્યો હતો કે તેણે આગામી અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાના પાકિસ્તાની આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ ક્ષેત્રમાં આ સંદર્ભે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. BSF અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સાંજે સાંબા જિલ્લામાં ચક ફકીરા બોર્ડર પોસ્ટ વિસ્તારમાં 150 મીટર લાંબી ટનલ મળી આવી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસપીએસ સંધુએ જણાવ્યું હતું કે, આ સુરંગની તપાસ સાથે, બીએસએફએ આગામી અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાની પાકિસ્તાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ પાકિસ્તાન તરફથી સુરંગ ખોદવામાં આવી હતી. તેનું મોં બે ફૂટ પહોળું છે અને અત્યાર સુધીમાં તેમાંથી 21 બોરી રેતી મળી આવી છે. તેમણે કહ્યું કે સુરંગ સંબંધિત તમામ માહિતી એકત્ર કરવામાં આવશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદથી 150 મીટર અને બોર્ડર કોર્ડનથી 50 મીટર દૂર પાકિસ્તાની ચોકી ચમન ખુર્દ (ફૈઝ)ની સામે એક નવી ખોદવામાં આવેલી સુરંગ શોધી કાઢવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ટનલ બોર્ડર પોસ્ટ ચક ફકીરાથી 300 મીટરના અંતરે અને બોર્ડર પર ભારતના છેલ્લા ગામથી 700 મીટરના અંતરે ખુલી રહી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">