Jammu Kashmir: શ્રીનગરમાં ફરી આતંકી હુમલો, સુરક્ષાદળો પર ફેંકાયો ગ્રેનેડ, એક પોલીસકર્મી અને એક નાગરિક ઘાયલ

જાણકારી મુજબ પોલીસકર્મી રજા પર હતા, અધિકૃત સુત્રો મુજબ સંદિગ્ધ આતંકીઓએ CRPFની 161 બટાલિયન કેમ્પની પાસે ગ્રેનેડ ફેંક્યો, જેમાં પોલીસકર્મી અને સામાન્ય નાગરિક ઘાયલ થઈ ગયા.

Jammu Kashmir: શ્રીનગરમાં ફરી આતંકી હુમલો, સુરક્ષાદળો પર ફેંકાયો ગ્રેનેડ, એક પોલીસકર્મી અને એક નાગરિક ઘાયલ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:10 PM

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં ફરી એકવાર આતંકી હુમલો (Terror Attack) થયો છે. શ્રીનગર (Srinagar)ની અલી મસ્જિદ ઈદગાહ વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ હુમલામાં એક સામાન્ય નાગરિક અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. થોડા સમયથી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અને સામાન્ય લોકો પર હુમલા વધી રહ્યા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જાણકારી મુજબ પોલીસકર્મી રજા પર હતા, અધિકૃત સુત્રો મુજબ સંદિગ્ધ આતંકીઓએ CRPFની 161 બટાલિયન કેમ્પની પાસે ગ્રેનેડ ફેંક્યો, જેમાં પોલીસકર્મી અને સામાન્ય નાગરિક ઘાયલ થઈ ગયા. હુમલામાં ઘાયલ નાગરિકની ઓળખ એજાજ અહમદ ભટ તરીકે થઈ છે. જે હવાલનો રહેવાસી છે, જ્યારે પોલીસકર્મીનું નામ સજ્જાદ અહમદ ભટ છે, જે નરવરા ઈદગાહનો રહેવાસી છે, બંનેને SHMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાગરિકના મોઢા પર ઈજા થઈ છે, જ્યારે પોલીસકર્મીના હાથ અને પગમાં ઈજા પહોંચી છે.

સતત થઈ રહ્યા છે આતંકી હુમલા

ઘાટીમાં છેલ્લા થોડા સમયમાં આતંકી સામાન્ય નાગિરકોને નિશાનો બનાવવામાં લાગ્યા છે. ટાર્ગેટ કિલિંગ ખુબ જ વધી ગયું છે. ગયા સોમવારથી ફરીથી સામાન્ય નાગરિકોને નિશાનો બનાવવામાં આવ્યા છે. હુમલા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ મુજબ આ હુમલો જુના શ્રીનગરના એક વિસ્તારમાં થયો હતો.

કાશ્મીરી પંડિતને આપવામાં આવી ધમકી

જે વ્યક્તિની હત્યા કરવામાં આવી, તે કાશ્મીરી પંડિત સંદીપ માવાના સ્ટાફનો હતો. માવાએ જણાવ્યું કે તેને ચેતવણી આપવામાં આવી હતી કે તે દુકાન છોડીને ચાલ્યો જાય, તેમને પોલીસ તરફથી ફોન આવ્યો હતો અને સંભવિત હુમલા વિશે જણાવવામાં આવ્યું હતું. માવાએ જણાવ્યું કે સાંજે દુકાન જલ્દી બંધ કરી તેમનો સેલ્સમેન કારમાં સવાર થઈ ગયો પણ તેને ગોળી મારી દેવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ ગાડીમાં સવાર સેલ્સમેનને માવા સમજી લીધો હતો.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કાશ્મીરમાં સતત થઈ રહેલા હુમલાની વચ્ચે સેના લાંબા સમયથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘાટીમાં CRPFની વધુ 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. છેલ્લા થોડા સમયમાં સામાન્ય લોકોની હત્યાઓ બાદ 25 કંપનીઓ જમ્મૂ કાશ્મીરમાં મોકલવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો: દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ શરૂ કરશે જનજાગૃતિ અભિયાન, રાહુલ ગાંધીએ કહ્યું “અન્યાયનો જવાબ લઈને રહીશુ”

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">