Jammu Kashmir માં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરની પ્રાકૃતિક ગુફા મકર સક્રાંતિ પછી ભક્તોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવી છે. ત્યાર બાદ દરરોજ Vaishno Devi ના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આ માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી. તેમણે કહ્યું કે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી રહ્યાં છે.
Jammu Kashmir આવેલા શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ કુમારે જણાવ્યું હતું કે દૈનિક ભક્તોની સંખ્યા 10,000 કરતા ઓછી હોય ત્યારે સામાન્ય રીતે ભક્તોને કુદરતી ગુફામાં માતાજીના દર્શનની મંજૂરી આપવામાં આવે છે.તેમણે કહ્યું કે મંદિરમાં દર્શન સરળતાથી ચાલી રહ્યાં છે. તેમજ વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 5.17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે.