જમ્મૂ કાશ્મીરમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા

જમ્મૂ કાશ્મીરમાં શનિવારે રાત્રે 10 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4. 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર  ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર કટરાથી પૂર્વમાં  93 કિલોમીટર દૂર 10 કિલોમીટર નીચે તેનું કેન્દ્રબિંદુ હતું.

Tweets by NCS_Earthquake

જમ્મુ કાશ્મીરમાં પાંચ દિવસમાં આ ભૂકંપનો બીજો આંચકો છે. પાંચ દિવસ પૂર્વે 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તે સમયે કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબાનમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. જેના લીધે લોકો ઘરની બહાર આવી ગયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્ર બિંદુ કટરાથી ઉત્તર પૂર્વમાં 63 કિલોમીટર દૂર 5 કિલોમીટર ઊંડે હતું.

આ પૂર્વે હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં શનિવારે 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સિમલા મૌસમ કેન્દ્રના નિર્દેશક મનમોહન સિંહના જણાવ્યા અનુસાર રાત્રે 8 .21 વાગ્યે ભૂકંપ મહેસુસ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કાંગડાથી કરેરીમા પૂર્વોતરમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતો. તેમણે કહ્યું કે આસપાસના વિસ્તારમાં તેના આંચકા મહેસુસ થયા હતા.

આ પણ વાંચો: બિલ ગેટ્સ અમેરિકાના ‘સૌથી મોટા ખેડૂત’, 18 રાજ્યોમાં ખરીદી 2,42,000 એકર જમીન

Click on your DTH Provider to Add TV9 Gujarati