Jammu Kashmir: શોપિયામાં રાતભર ચાલેલા એન્કાઉન્ટરમાં 3 આતંદવાદીઓ ઠાર

Shopian Encounter Update: માર્યા ગયેલા ત્રણ આતંકવાદીમાંથી એક તો તાજેતરમાં જ હથિયાર ઉઠાવીને આતંકી બન્યો હતો

Jammu Kashmir: શોપિયામાં રાતભર ચાલેલા એન્કાઉન્ટરમાં 3 આતંદવાદીઓ ઠાર
દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં 3 આતંકવાદીઓને ઠાર કરાયા
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 9:26 AM

Jammu Kashmir : જમ્મુ કાશ્મિરના શોપિયા Shopian જિલ્લામાં સુરક્ષાબળ સાથે રાતભર ચાલુ રાખેલ સશસ્ત્ર અથડામણમાં, ( Encounter ) વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મિર પોલીસે રવિવાર 11 એપ્રિલે જણાવ્યુ કે, આ સાથે સુરક્ષાબળ સાથેની સશસ્ત્ર અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક આતંકવાદી તો ગઈકાલ શનિવારે જ માર્યો ગયો હતો. કાશ્મિરના પોલીસ અધિકારીના જણાવ્યાનુંસાર, માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પૈકી, એકે તો તાજેતરમાં જ હથિયાર ઉઠાવ્યા હતા. સુરક્ષા બળોએ માર્યા ગયેલા આતંકવાદીઓને પહેલા તો શરણે આવીને આત્મ સમર્પણ કરવા અપીલ કરી હતી. કાશ્મિરના પોલીસ મહાનિર્દેશક (IGP) વિજયકુમારે કહ્યુ કે, તાજેતરમાં જ હથિયાર ઉઠાવીને આતંકવાદી બનેલા યુવાનના માતા પિતાએ પણ સુરક્ષાબળના શરણે આવીને આત્મસમર્પણ કરવા જણાવ્યુ હતું. પરંતુ બાકીના આતંકવાદીઓએ નવયુવાનને શરણે આવતા રોક્યો હતો. સુરક્ષાબળોએ, દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે, ગઈકાલે શનિવારે ધેરાબંધી કરીને તપાસ અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં આતંકવાદીઓ સુરક્ષાબળના જવાનો ઉપર ગોળીઓ વરસાવવાનું શરુ કરતા, સુરક્ષાબળના જવાનોએ ગઈકાલે શનિવારે જ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. જ્યારે રાતભર ચાલેલ જૂથ અથડામણમાં વધુ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. જો કે આ વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ અભિયાન હજુ પણ ચાલુ છે.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">