જમ્મુ કાશ્મીરમાં જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા

શોપિયા એન્કાઉન્ટરમાં જે 2 આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે સામે આવી છે. તે જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો

જમ્મુ કાશ્મીર(Jammu Kashmir ) માં સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ (Terrorist) વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. શોપિયામાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર  માર્યા હતા. જો કે આ એન્કાઉન્ટરમાં 3 જવાન પણ ઘાયલ થયા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જવાન શહીદ થયો છે.

શોપિયા એન્કાઉન્ટરમાં જે 2 આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે સામે આવી છે. તે જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો. તેણે પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી.

આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો. તો કુલગામમાં પણ મોડી સાંજે બે આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓ વિરૂદ્ધ 10 જેટલી અથડામણો થઈ છે. આ એન્કાઉન્ટર્સમાં અત્યાર સુધીમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા અને ગેર કાશ્મીરીઓને જે રીતે નિશાન બનાવાઇ રહ્યાં છે, તે જોતા ભારત સરકાર એક્શનમાં આવી છે. કાશ્મીરની સ્થિતિ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે બેઠક કરી  હતી. જેમાં કાશ્મીરની સ્થિતિ પર વિગતે ચર્ચા થઇ તો આર્મી ચીફ નરવણે પણ કાશ્મીરની મુલાકાતે છે. સેના પહેલાથી જ ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે

આ પણ વાંચો : લખીમપુર ખીરી હિંસા કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને લગાવી ફટકાર

આ પણ વાંચો : જેવો દેશ તેવો જ તેનો રાજા, ઈમરાન ખાને વેચી મારી ગલ્ફના પ્રિન્સે આપેલી ઘડિયાળ, કંગાળિયત કે મજબુરી!

Click on your DTH Provider to Add TV9 Gujarati