Jammu Kashmir : રામબન ટનલ અકસ્માતમાં 10ના મોત, બેદરકારી બદલ FIR નોંધાઈ

રામબનના ( Ramban ) ડેપ્યુટી કમિશનર મુસરરત ઈસ્લામે જણાવ્યું કે, તમામ 10 મૃતદેહો મળી આવ્યા છે અને મૃતકોના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. મૃતક 10માંથી પાંચ જણા પશ્ચિમ બંગાળના રહીશ છે. આ કામગીરી પૂરી થઈ ગઈ છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

Jammu Kashmir : રામબન ટનલ અકસ્માતમાં 10ના મોત, બેદરકારી બદલ FIR નોંધાઈ
Ramban tunnel accidentImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 8:06 AM

જમ્મુ અને કાશ્મીરના ( Jammu Kashmir  રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ( National Highway ) પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડયા બાદ શરૂ થયેલ બચાવ કામગીરીનો અંત આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી નવ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ રીતે શનિવાર સુધી આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ પછી કામદારો અહીં અટવાયા હતા. રામબન ( Ramban ) ના ડેપ્યુટી કમિશનર મુસરરત ઈસ્લામે જણાવ્યું કે, તમામ 10 મૃતદેહો મળી આવ્યા છે અને મૃતકોના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. મૃતક 10માંથી પાંચ પશ્ચિમ બંગાળ ( West Bengal )ના રહીશ છે. આ અકસ્માતમાં બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

રામબનના એસએસપી મોહિતા શર્માએ શનિવારે બપોરે કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં નવ મૃતદેહો કાઢવામાં આવ્યા છે, કદાચ એક લાશ બાકી છે. આ 9 મૃતકોમાંથી પાંચ પશ્ચિમ બંગાળના, એક આસામના, બે નેપાળના અને બે સ્થાનિક હતા. બેદરકારી બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુમ થયેલા તમામ મજૂરોના મૃતદેહો મળી આવતાં બે દિવસથી ચાલતું બચાવ કાર્ય શનિવારે મોડી સાંજે સમાપ્ત થયું હતું. આ ઘટના પછી તરત જ, ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે, બચાવ ટીમોએ ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે રામબન જિલ્લાના ખૂની નાલા ખાતે નિર્માણાધીન ટનલનો એક ભાગ પ્રોજેક્ટ પર કામ શરૂ થયા પછી તરત જ તૂટી પડ્યો હતો. પરંતુ શનિવારે, રામબનના ડેપ્યુટી કમિશનર મુસરત ઈસ્લામે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને ટાંકીને જણાવ્યું હતું કે T4 સુધી ટનલના દ્વાર પર ભૂસ્ખલન થયું હતું.

કથાકાર જયા કિશોરી રાત્રે સૂતા પહેલા કરે છે આ કામ
મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો

ઘણા કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યા હતા

ડેપ્યુટી કમિશનર મુસરત ઈસ્લામે ટ્વીટ કર્યું, ‘NHAI દ્વારા સ્પષ્ટતા કરાઈ છે આથી જણાવવામાં આવે છે કે ખૂની નાલા પાસે કોઈ ટનલ નથી. ગુરુવારે રાત્રે T4 સુધીટનલના દ્વાર પર ભૂસ્ખલન થયું હતું. અહીં મજૂરો કામ કરતા હતા. ઓપરેશન ચાલુ છે.” શુક્રવારે, એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બે સ્થાનિકો સહિત બચાવેલા ત્રણની સ્થિતિ નિયંત્રણમાં છે. શનિવારે, કેટલાક કલાકોની શોધખોળ પછી, અન્ય એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. ખડકોની નીચેથી મૃતદેહને બહાર કાઢવામાં બચાવકર્તાઓને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળથી વધુ આઠ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પત્થરો પડવાથી મજૂરોના મોત થયા છે.

બે મજૂરોના પરિવારોને વળતર આપવામાં આવ્યું

ડેપ્યુટી કમિશનરે કહ્યું, “બચાવ કર્મચારીઓ દ્વારા એક દિવસની શોધ દરમિયાન, સુરંગના દ્વારની બહાર ભૂસ્ખલન પછી તમામ ગુમ થયેલા મજૂરોના મૃતદેહ મળી આવ્યા હતા. શુક્રવારે એક મૃતદેહ મળી આવ્યો હતો અને ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. શનિવારે વધુ નવ મૃતદેહો મળી આવ્યા હતા. ઈસ્લામે જણાવ્યું હતું કે તમામ મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રેડ ક્રોસ ફંડમાંથી 25,000 રૂપિયા અને કંપની તરફથી 25,000 રૂપિયાની તાત્કાલિક એક્સ-ગ્રેશિયા બે સ્થાનિક મજૂરોના પરિવારોને આપવામાં આવી રહી છે. મૃતકોમાં સ્થાનિક એવા બંને મજૂરોનો સમાવેશ થાય છે. બાકીના મૃતકોમાં પશ્ચિમ બંગાળ, નેપાળ અને આસામના મજૂરોનો સમાવેશ થાય છે.

Latest News Updates

જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">