Jammu Drone Attack: જમ્મુના એરફોર્સ સ્ટેશને ફરી દેખાયુ ડ્રોન, હુમલા બાદ 7મી ઘટના
જૂન મહિનામાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટો પછી જમ્મુ ઉપર ડ્રોન ( drone ) ફરતા જોવા મળ્યા છે. આ પ્રકારે ડ્રોન દેખાયાની આ સાતમી ઘટના છે
જમ્મુના એરફોર્સ સ્ટેશન ખાતે, ગત મહિને ડ્રોન ( Drone ) દ્વારા થયેલા હુમલા બાદ, ગઈ મોડી રાત્રે ફરી એકવાર એરફોર્સ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યુ હતું. બુધવારની મોડી રાત્રે ડ્રોન દેખાયાની વાત સામે આવી છે. આ પહેલા મંગળવાર રાત્રે, જમ્મુ કાશ્મિરની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર અરણીયા સેક્ટરમાં પણ ડ્રોન જોવા મળ્યુ હતું. સરહદ ઉપર તહેનાત બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોએ, ડ્રોનને નિશાન બનાવીને છ રાઉન્ડ ગોળીબાર કરતા તે પાકિસ્તાન તરફ પરત ફર્યુ હતુ.
બીએસએફ (BSF ) દ્વારા આ ઘટના બાબતે, સત્તાવાર નિવેદન પણ જાહેર કરાયુ હતુ કે, 13 અને 14 જુલાઈની રાત્રીએ અરણીયા સેકટરમાં ફરજ પરના બીએસએફના જવાનોએ 9.52 કલાકે 200 મીટરના અંતરે ઝબકતી લાલ લાઈટ નિહાળી હતી. સતર્ક જવાનોએ તેને નિશાન બનાવીને છ રાઉન્ડ ફાયર કરતા ડ્રોન પાકિસ્તાન તરફ પાછુ ફર્યુ હતું.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા હુમલો થયા પછી છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ ક્ષેત્રમાં ઘણા ડ્રોન જોવા મળ્યા છે. જૂન મહિનામાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટો પછી જમ્મુ ઉપર ડ્રોન ફરતા જોવા મળ્યા છે. આ પ્રકારે ડ્રોન દેખાયાની આ સાતમી ઘટના છે. પાકિસ્તાનની સરહદથી લગભગ 14 કિલોમીટર દૂર હાઈ સિક્યોરીટી ઝોનમાં સમાવેશ થતા, જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં વાયુસેનાના બે જવાન ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
Jammu and Kashmir: A drone was spotted near the Air Force station in Jammu last night. Details awaited.
— ANI (@ANI) July 15, 2021