જમ્મુ-કાશ્મીર: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ગ્રેનેડ અને દારૂગોળા સાથે બે આતંકવાદીઓને ઝડપી પાડ્યા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મંગળવારે મોટી સફળતા મળી છે. સોપોરમાં પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત રીતે નાકાબંધી કરી હતી.

જમ્મુ-કાશ્મીર: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ગ્રેનેડ અને દારૂગોળા સાથે બે આતંકવાદીઓને ઝડપી પાડ્યા
Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મંગળવારે મોટી સફળતા મળી છે. હકીકતમાં સોપોરમાં પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત રીતે નાકાબંધી કરી હતી. અને દરેક પસાર થનાર પર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન બે લોકો પર શંકા જતા તેઓની તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી. સુરક્ષા દળોએ બંને શકમંદોની ધરપકડ કરી લીધી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવે છે. આ સાથે જ બંને શકમંદો ગ્રેનેડ ફેંકવાના ઈરાદે કુપવાડામાં અજાણ્યા સ્થળે જઈ રહ્યા હતા.

છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સુરક્ષા દળો તેમના દરેક પ્રયાસને પૂર્ણ થવા દેતા નથી. જો કે, આ દરમિયાન આતંકવાદીઓએ ઘણા ગ્રેનેડ હુમલા કર્યા છે અને તેમને નિશાન બનાવીને ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી છે.

હૈદરપુરા એન્કાઉન્ટરમાં મૃતકોની સંખ્યા ચાર પર પહોંચી ગઈ છે

જમ્મુ અને કાશ્મીરના હૈદરપુરામાં એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા એક ડૉક્ટરનું મંગળવારે વહેલી સવારે મૃત્યુ થયું હતું. આ સાથે એન્કાઉન્ટરમાં મૃતકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મુદાસિર ગુલ સોમવારે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, તે ડેન્ટિસ્ટ હતો. હૈદરપુરા વિસ્તારમાં સોમવારે સાંજે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ અને તેમના એક સાથી માર્યા ગયા હતા. તેમાંથી એકની ઓળખ મોહમ્મદ અલ્તાફ ભટ તરીકે થઈ છે. ભટની એન્કાઉન્ટર સ્થળ પાસે હાર્ડવેરની દુકાન હતી અને તે સિમેન્ટનો ‘વેપારી’ પણ હતો.

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે, આતંકવાદીઓના ગોળીબારમાં એક નાગરિક ઘાયલ થયો છે. કુમારે ટ્વીટ કર્યું, ‘આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ થયેલા મકાનમાલિકનું મોત થઈ ગયું છે. તેના ઘરના પહેલા માળે આતંકીઓ છુપાયા હતા. સૂત્રો અને ડિજિટલ પુરાવા અનુસાર તે આતંકવાદીઓના સહયોગી તરીકે કામ કરતો હતો. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.’ જોકે ભટના પરિવારે આતંકવાદ સાથે કોઈ સંબંધ ન હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

આ પણ વાંચો: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા છે પહેલી પસંદ: ઓપન ડોર્સ રીપોર્ટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati