જમ્મુ-કાશ્મીરમાં નવા સરકારી કર્મચારીઓ માટે પગાર ભથ્થાં મેળવતા પહેલા સીઆઈડીની મંજૂરી લેવી ફરજિયાત

જમ્મુ-કાશ્મીર ( JAMMU KASHMIR ) સરકારે ગુરુવારે નવા સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થા મેળવ્યા પહેલા ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ( CID ) પાસે સુરક્ષા મંજૂરી માંગી હતી.

  • tv9 webdesk40
  • Published On - 8:36 AM, 5 Mar 2021
જમ્મુ-કાશ્મીરમાં નવા સરકારી કર્મચારીઓ માટે પગાર ભથ્થાં મેળવતા પહેલા સીઆઈડીની મંજૂરી લેવી ફરજિયાત
Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીર ( JAMMU KASHMIR ) સરકારે ગુરુવારે નવા સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થા મેળવ્યા પહેલા ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ની સુરક્ષા મંજૂરી લેવી ફરજિયાત કર્યુ છે. જમ્મુ કાશ્મિરના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીએ આદેશ બહાર પાડીને આ પ્રક્રિયા ફરજીયાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગના (GAD ) અધિકારીએ બહાર પાડેલા આદેશમાં જણાવાયુ છે કે, સરકારી નોકરીમાં નવા જોડાનાર વ્યક્તિઓએ જમ્મુ કાશ્મિરના ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)  પાસેથી ચાલ ચલગત અંગેનું જરૂરી પ્રમાણપત્ર મેળવવુ પડશે. સીઆઈડીનું પ્રમાણપત્ર જે કર્મચારી પાસે હશે તેમને જ પગાર ઉપરાંતના ભથ્થાઓ મળશે. આદેશમાં જણાવ્યું છે. “નવા સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થા મેળવ્યા પહેલા સીઆઈડી પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે,” સામાન્ય વહીવટ વિભાગના અધિકારીએ (GAD )કહ્યું કે, અત્યાર સુધીમાં એવું જોવા મળ્યું છે કે કેટલાક વિભાગો અને પેટા કાર્યાલયોમાં શંકાસ્પદ  વ્યક્તિઓ અને ચાલ ચલગત- આચાર વિચાર ધરાવતા વ્યક્તિઓને સીઆઈડીની ચકાસણી કર્યા વગર પગાર અને અન્ય ભથ્થાઓ ચૂકવવામાં કરવામાં આવતા હતા.