જમ્મુ કાશ્મીર : શ્રીનગરમાં ઠંડીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, રાત્રે માઇનસ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું

જમ્મુ કાશ્મીર : શ્રીનગરમાં ઠંડીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, રાત્રે માઇનસ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું
શ્રીનગરમાં 13 જાન્યુઆરીની રાત્રે તાપમાને તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, માઇનસ 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું સેલ્સિયસ નોંધાયું

શ્રીનગરમાં છેલ્લા 25 વર્ષોમાં સૌથી ઠંડી રાત રહી. હવામાન વિભાગના અધિકારીઑએ જણાવ્યું કે આ પહેલા 1995માં શ્રીનગરમાં માઇસન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં ભીષણ ઠંડીનો 40 દિવસનો સમય 'ચિલ્લઈ કલાં' ચાલી રહ્યો છે, જે 31 જાન્યુઆરીએ પૂરો થશે.

Nakulsinh Gohil

| Edited By: Bipin Prajapati

Jan 14, 2021 | 3:52 PM

જમ્મુ કાશ્મીરમાં કાશ્મીર ઘાટીમાં સવારથી સાંજ સુધી શરૂ રહેનારી શીત લહેરને કારણે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આ ઠંડીએ વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો છે. શ્રીનગરમાં ગુરુવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઇનસ 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. શહેરના આ લઘુત્તમ તાપમાને 25 વર્ષ જૂનો રકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગના અધિકારીઑએ જણાવ્યું કે આ પહેલા 1995માં શ્રીનગરમાં માઇસન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ રાત શ્રીનગરમાં છેલ્લા 25 વર્ષોમાં સૌથી ઠંડી રાત રહી હતી. જો કે આવનારા દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના નથી. શ્રીનગરમાં ભીષણ ઠંડીનો 40 દિવસનો સમય ‘ચિલ્લઈ કલાં’ ચાલી રહ્યો છે, જે 31 જાન્યુઆરીએ પૂરો થશે. શ્રીનગરમાં ડાલ સરોવર પૂરી રીતે જામી ગયું છે. શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડીગો એરલાઈન્સની એક વિમાન ટેક ઓફ પહેલા જામેલા બરફના એક ઊંચા થરની એકદમ નજીક પહોચી ગયું હતું અને વિમાનનું એક એન્જીન બરફના ઢગલા નજીક આવી ગયું હતું. જો કે વિમાન અને યાત્રીઓને કોઈ નુકસાન થયું નહોતું.

પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 11.1 ડીગ્રી શ્રીનગરમાં 13 જાન્યુઆરીએ રાત્રે પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 11.1 ડીગ્રીઅને ગુલમર્ગમાં માઈનસ 7.0 ડીગ્રી નોંધાયું હતું. લદ્દાખના લેહમાં માઈનસ 16.8 ડીગ્રી, કારગીલમાં માઈનસ 19.6 ડીગ્રી અને દ્રાસમાં માઈનસ 28.3 ડીગ્રી રહ્યું. જમ્મુ શહેરનું લઘુત્તમ તાપમાન 5.9 ડીગ્રી, કટારામાં 4.8 ડીગ્રી, બટોટામાં 6.1 ડીગ્રી, બેનીહાલમાં 6.2 ડીગ્રી અને ભદ્રવાહમાં 0.3 ડીગ્રી રહ્યું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati