જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રએ લીધો મોટો નિર્ણય, 149 વર્ષ જૂની Darbar Move પ્રથા કરી બંધ

'દરબાર મૂવ' ને રદ કરવાના નિર્ણયથી દર વર્ષે સરકારને 200 કરોડ રૂપિયાની બચત થશે. આ નિર્ણય બાદ હવે સરકારી કચેરીઓ જમ્મુ અને શ્રીનગર બંનેમાં સામાન્ય રીતે કાર્ય કરશે.

જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રએ લીધો મોટો નિર્ણય, 149 વર્ષ જૂની Darbar Move પ્રથા કરી બંધ
જમ્મુ કાશ્મીરમાં 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા બંધ કરી

જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ની શ્રીનગર અને જમ્મુ બે રાજધાનીઓ વચ્ચે દર છ મહિને ચાલતી ‘દરબાર મૂવ'(Darbar Move) ની 19 વર્ષ જુની પ્રથાનો અંત આવ્યો છે. જેના પગલે જમ્મુ-કાશ્મીર સરકારે બુધવારે કર્મચારીઓને રહેઠાણની ફાળવણી પણ રદ કરી દીધી હતી. આ અધિકારીઓને આગામી ત્રણ અઠવાડિયામાં મકાન ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 20 જૂને કહ્યું હતું કે વહીવટીતંત્રે ઇ-ઓફિસનું કામ પૂર્ણ કરી લીધું હોવાથી સરકારી કચેરીઓને વર્ષમાં બે વાર સ્થળાંતર કરવાની ‘દરબાર મૂવ'(Darbar Move)પ્રથા હવે ચાલુ રાખવાની જરૂર નથી. જમ્મુ અને શ્રીનગરમાં ‘દરબાર મૂવ’ અંતર્ગત અધિકારીઓને ફાળવવામાં આવેલા નિવાસ સ્થાનો ત્રણ અઠવાડિયામાં ખાલી કરવા પણ જણાવાયું છે.

‘દરબાર મૂવ’ બંધ થતાં વર્ષે 200 કરોડ રૂપિયાની બચત

‘દરબાર મૂવ’ ને રદ કરવાના નિર્ણયથી દર વર્ષે સરકારને 200 કરોડ રૂપિયાની બચત થશે. આ નિર્ણય બાદ હવે સરકારી કચેરીઓ જમ્મુ અને શ્રીનગર બંનેમાં સામાન્ય રીતે કાર્ય કરશે. જેમાં રાજભવન, નાગરિક સચિવાલય સહિતના મોટા વિભાગોના વડાઓની કચેરીઓ દરબાર મૂવ હેઠળ શિયાળા અને ઉનાળાની ઋતુમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે બદલવામાં આવતી હતી.

‘દરબાર મૂવ’ એટલે શું, ક્યારે શરૂ થયું?

વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરની રાજધાની દર છ મહિને હવામાનના બદલાવ સાથે બદલાય છે. રાજધાની સ્થળાંતર કરવાની આ પ્રક્રિયાને ‘દરબાર મૂવ'(Darbar Move)તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રાજધાનીના વહીવટી કામ છ મહિના શ્રીનગરમાં અને છ મહિના જમ્મુમાં કરવામાં આવે છે. તેમજ રાજધાની બદલવાની આ પરંપરા ડોગરા શાસક ગુલાબસિંહે 1862 માં શરૂ કરી હતી. ગુલાબસિંહ મહારાજા હરિ સિંહના પૂર્વજ હતા તેમના સમયમાં જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો બન્યો હતો.

રાજધાની સ્થળાંતર માટે 110 કરોડનો ખર્ચ થતો હતો

શ્રીનગરમાં શિયાળાની સિઝનમાં અસહ્ય ઠંડી હોય છે જ્યારે ઉનાળામાં જમ્મુની ગરમી થોડી પીડાદાયક હોય છે. તેને ધ્યાનમાં રાખીને ગુલાબસિંહે ગરમીના દિવસોમાં શ્રીનગર અને ઠંડીના દિવસોમાં જમ્મુને રાજધાની બનાવવાનું નક્કી કર્યું હતું. રાજધાની સ્થળાંતર કરવાની આ પ્રક્રિયા જટિલ અને ખર્ચાળ છે. જેના કારણે તેનો વિરોધ પણ થતો રહ્યો છે. એક વખત રાજધાની સ્થળાંતર કરવા માટે લગભગ 110 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati