જૈશ આતંકવાદીનો NSA અજિત ડોભાલ પર હુમલાનો પ્લાન, ઓફિસની રેકીનો વિડીયો મોકલ્યો સીમા પાર

જૈશ આતંકવાદીનો NSA અજિત ડોભાલ પર હુમલાનો પ્લાન, ઓફિસની રેકીનો વિડીયો મોકલ્યો સીમા પાર
અજીત ડોભાલ

જૈશથી જોડાયેલ હિદાયત-ઉલ્લાહ મલિક પાસેથી ડોભાલમો ઓફિસની રેકીનો વીડિયો મળી આવ્યા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 13, 2021 | 10:44 AM

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશથી જોડાયેલ હિદાયત-ઉલ્લાહ મલિક પાસેથી ડોભાલમો ઓફિસની રેકીનો વીડિયો મળી આવ્યા પછી આ પગલું લેવામાં આવ્યું. કાશ્મીરના શોપિયામાં રહેતા મલિકની 6 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ રેકી ગયા વર્ષે કરવામાં આવી હતી. મલિકે શ્રીનગરમાં ડોભાલની ઓફિસ અને અન્ય વિસ્તારોનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. મલિકે આ વીડિયો પાકિસ્તાનમાં તેના માસ્ટર્સને મોકલ્યા હતા. માહિતી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

થઇ ધરપકડ

આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. મલિક વિરુદ્ધ જમ્મુના ગંગ્યાલ પોલીસ સ્ટેશનમાં કલમ 18 અને 20 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મલિકને જૈશના ફ્રંટ ગ્રૂપ લશ્કર-એ-મુસ્તફાનો વડો કહેવામાં આવી રહ્યો છે. અનંતનાગથી તેની ધરપકડ કરવામાં આવી. મલિક પાસે શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.

આતંક ફેલાવવાનું કાવતરું ગુપ્તચર એજન્સી અનુસાર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંક ફેલાવવાના ષડયંત્ર રચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનને વિશાળ ભંડોળ મળ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા દુબઇ તુર્કીના થકી ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ગૃહ મંત્રાલયના સૂત્રો એ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ ભાગ -2 શરૂ કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે. જકાત, મૌદા, બૈત-ઉલ-માલ, વિદેશથી મળતી ચેરીટી, આરોગ્ય અને શિક્ષણના નામે આઈએસઆઈ દુબઇ, તુર્કી અને અન્ય માર્ગોથી પહોચાડી રહી છે. 370 હત્યા બાદ આતંકવાદ અને પથ્થરમારામાં ઘટાડો થયો છે. કાશ્મીરમાં ફરીથી આ ઉપદ્રવ ચાલુ કરાવવા જમાત-એ-ઇસ્લામીના ભંડોળથી ષડયંત્ર રચવામાં આવ્યું છે. નવા અલગાવવાદીઓ અને આતંકવાદીઓની ભરતી માટે જમાત-એ-ઇસ્લામીએ ગુપ્ત બેઠકો પણ યોજી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati